Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

'જૈનમ રાસોત્સવ'માં રાસ ગરબાનો રંગ જામ્યોઃ ફરીદા મીરે મંત્રમુગ્ધ કર્યા

રાજકોટઃ  જૈનમ નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે જીતુભાઇ બેનાણી (બેનાણી ફાઉન્ડેશન), કેતનભાઈ પટેલ (જાણીતા બિલ્ડર્સ), રાકેશભાઈ રાજદેવ (હોટલ રોમાક્રિષ્ટો-દ્વારકા),  મુકેશભાઈ દોશી (મોડર્ન ગ્રુપ),  ગીરીશભાઈ ખારા (જીતેન્દ્ર ગ્રુપ),  વિભાશભાઈ શેઠ, રસીકભાઈ પાનસુરીયા, કમલેશભાઈ શાહ,  પીયુષભાઈ મહેતા, રાજુભાઈ મહેતા (ભાભા ગ્રુપ), ડો.સુધીર શાહ, ઉત્તમભાઈ શાહ, મોહનભાઈ સાંજવી, અશોકભાઈ શાહ, સતીષભાઈ રામશીના, પ્રવિણભાઈ અગ્રવાલ અને મારવાડી સમાજનાં અજીતભાઈ જૈન તથા પાંચમા નોરતે નાથાભાઈ કાલરીયા,  કમલભાઈ,  કમલેશભાઈ મીરાણી (પ્રમુખ-રાજકોટ શહેર ભાજપ), શ્રીમતિ બીનાબેન આચાર્ય(મેયરશ્રી), નીતીનભાઈ ભારદ્વાજ (પૂર્વ પ્રમુખ-રાજકોટ શહેર ભાજપ), શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ),શ્રીમતિ ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્યશ્રી), ચીમનભાઈ દોશી (શીતલ લાઈટીંગ),  અપૂર્વભાઈ મણીઆર, એક્રેલોન કલબનાં સર્વાનંદભાઈ સોનવાણી, ડી.વી. મહેતા, કમલેશભાઈ સોનવાણી, સુદીપભાઈ મહેતા, ઉમેદભાઈ રૂપાણી, વી.સી. ગઢવી સાહેબ, શીરીસભાઈ બાટવીયા, મધુભાઈ ખંધાર, કમલેશભાઈ મોદી, જીતેનભાઈ દોશી,  શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાવીકભાઈ પીઠડીયા, ઉપસ્થિત રહયા હતા.

આજે સાંજે આરતીનો લાભ દલિત તથા પ્રજાપતિ સમાજનાં આગેવાનો લેશે.

ચોથા નોરતે જાણીતા ગાયીકા શ્રી ફરીદા મીર જૈનમ્નાં ખેલૈયાઓને એક થી એક ચડીયાતા રાસ ગરબા પ્રસ્તુત કરી જોશભેર રમાડ્યા હતા. મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ આગવા અંદાજથી ગીતો રજુ કરેલ હતા. દેશભકિત ડ્રેસ-તીરંગા કલર ડ્રેસ સ્પર્ધામાં તીરંગા કલરનાં ડ્રેસ પહેરી પાંચમા નોરતે ડેકોરેટીવ બલુનની સ્પર્ધા રાખેલ હતી.

ચોથા નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ  ધોળકીયા રોહીત, બીજા કૌશલ મહેતા, ત્રિજા નંબરે કેવીન ઉદાણી, જયારે મેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે મોહીલ મહેતા, બીજા નંબરે પ્રથમ દોશી, ત્રિજા નંબર ધર્મિન વરીયાને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે મનાલી મોદી, બીજા નંબર શાહ પલક, ત્રિજા નંબરે પાટડીયા વિધી અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે દામાણી રીયા, બિજા નંબરે કોઠારી દર્શા અને ત્રિજા નંબર દેસાઈ કેવીનને વિજેતા જાહેર કરેલ.

બીજા કેટેગરીમાં મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ શાહ હીત, બિજા મહેતા યશ, ત્રિજા ગાંધી જેનીલ, તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે અક્ષત શાહ, બિજા નંબરે દેવા ગોડા અને ત્રિજા નંબરે કાવ્ય બાવીસીને વિજેતા જાહેર કરેલ, જયારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે કામદાર મહેક, બિજા નંબરે પારેખ પ્રીયાંશી, ત્રિજા નંબરે શેઠ કૃપા આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં  પ્રથમ નંબરે દોશી હેત્વી, બિજા નંબરે શેઠ મયુરી, ત્રિજા નંબરે શાહ પર્લને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ત્રીજી કેટેગરી એટલે કે ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે  હેમાંશુ ઝાટકીયા, જલ્પેશ પાટડીયા, તથા લેડીઝમાં સેજલ શેઠ અને શેઠ સંગીતાને વિજેતા જાહેર કરેલ હતા.

પાંચમા નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે જૈન પુષ્પ, શેઠ વાર્મિક, દોશી અભિષેક જયારે મેલ વેલ ડ્રેસમાં સુનીલ, શાહ મીહીર, મહેતા દીપવિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે દોશી નિષ્ઠા, સંધવી માધવી, વોરા ખેવાના અને ફીમેલ વેલ ડ્રેસમાં શાહ કિંજલ અને શાહ રાધીકાને વિજેતા જાહેર કરેલ.

બીજા કેટેગરીમાં મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ નંબરે શાહ ધેરૈયા, બિજા નંબરે ગોસલીયા નીલ, ત્રિજા નંબરે દોશી જૈનમ, તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે મહેતા નીશીત, બિજા નંબરે ગોસલીયા નીલ અને ત્રિજા નંબરે દેવ ગોડા ને વિજેતા જાહેર કરેલ, જયારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે દોશી શ્રેયા, શાહ જીલ, શાહ હેત્વી આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં  દોશી હેત્વી, ધોળકીયા યશ્વી, મહેતા યશ્વીને તેમજ ે ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે તથા લેડીઝમાં કોઠારી જીપ્સી, શેઠ સંગીતા, શાહ પ્રતિક્ષા, નીપાણી શ્રૃતીને વિજેતા જાહેર કરેલ હતા.

આ તમામ વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા.  જજ તરીકે સુમીત ત્રિવેદી, માન્યતા ઓડેદરા, ઉષા વોરા, ભાવના બગડાઈ, જીજ્ઞેશ પાઠક, નીલેશ ઝાલા, મીતા પોપટ, નીરજ પાઠક, મનીષા પટેલએ  સેવા આપેલ.

(3:38 pm IST)
  • અમદાવાદના એલિસબ્રિજમાં ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર:રૂ 2.50 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની ચોરી:અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી:ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જનો ધધો કરે છે.:ઓફિસ ના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી access_time 1:06 am IST

  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • અમદાવાદ: ગીરમાં સિંહોના મોતનો કેસ પર રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત: ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યા:રેડ એરિયાને વાયરસ ઇન્ફેકટેડ સિંહો તરીકે અલગ પાડયો:કુલ 33 સિંહો વાયરસ ઇફેકટેડ છે:સરકાર અને ફોરેસ્ટ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સિંહો પર નજર રાખી રહ્યું છે. access_time 5:58 pm IST