Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમદાવાદની એક આખી 'પાડાની પોળ' ટૂંક સમયમાં રાજકોટમાં !

મિશનઃ ૭૨ વર્ષની ડોશીને અમેરિકા મોકલવાનું! : રાજકોટની કૈક નવું જોવા માંગતી કલા- રસિક જનતા માટે, તા.૨૭ ઓકટોબરએ વિદેહી એન્ટરટેઈન્મેન્ટનું નવું નજરાણું

રાજકોટ,તા.૧૫: જુના અમદાવાદ ની પોળો હજુ પણ સમરસ અને એકતા નું ઉત્તમ ઉદારહણ છે. તેમની પોતાની કૈક અનોખી જ જીવનશૈલી છે. કોઈ એક વ્યકિત ની સમસ્યા કે આનંદ , આખી પોળ ની સામુહિક બાબત હોય છે. આવી જ એક પોળ - 'પાડા ની પોળ' માં રહેતી એક ૭૫ વર્ષ ની ડોશી નું વર્ષો જૂનું, અમેરિકા જવાનું સપનું પૂરૃં કરવા આખે-આખી પોળ ભેગી થાય છે ને પછી એમના પ્રયત્નો માંથી નિષ્કર્ષ પામે છે - અદભુત હાસ્ય!

રાજકોટ ની ઉત્તમ કલા-વાંછુ જનતા માટે હવે સૌમ્ય જોશી એ કોઈ નવું નામ નથી!  અમિતાભ બચ્ચન - ઋષિ કપૂર અભિનીત ૧૦૨ નોટ આઉટ જેવી બોલિવૂડ ફિલ્મ ના લેખન થી લઇ ને તે જ નામ ના નાટક , વેલકમ જિંદગી અને વેશ્યાઓ ના જીવન પર આધારિત નાટક આજ જાને કી ઝિદ ના કરો જેવા અનેક માતબર નાટકો ના રચયિતા અને દિગ્દર્શક સૌમ્ય જોશી 'યુનાઈટેડ  સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ' દ્વારા એક તદ્દન નવું, હસાવી હસાવી થકવી દે તેવું કોમેડી નાટક લઇ ને આવે છે . એક ૭૫ વર્ષ ની ડોશી ને અમેરિકા જવું છે ને તેના માટે કઈ રીતે આખે આખી પોળ તે મિશન માં જોડાઈ જાય છે ને એક પછી એક ઘટનાઓ થી કેવું સરળ રીતે ઉત્તમ હાસ્ય નિષ્પન્ન પામે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડા ની પોળ'!

પ્રેમ ગઢવી કે જેઓ ૧૭ થી પણ વધુ ગુજરાતી હિટ ફિલ્મો માં કામ કરી ચુકયા છે, જીજ્ઞા વ્યાસ કે જેઓ વેલકમ જિંદગી , આજ જાને કી ઝિદ ના કરો વગેરે જેવા નાટકો માં પોતાના અદભુત  અભિનય થી લોકો ની સતત વાહ-વાહી મેળવતા રહ્યા છે અને ઘણી ગુજરાતી ફિલ્મો ના રાઇટર - એકટર હેમીન ત્રિવેદી ની ત્રિપુટી આ નાટક માં રંગ જમાવે છે ! તેઓ આ નાટક માં સ્ટોરી - ટેલર એટલે કે સૂત્રધાર પણ છે અને એક થી વધારે પાત્રો ભજવતા, ડોશી ને અમેરિકા મોકલવાના મિશન ના સૌથી  મહત્વના હિસ્સેદારો  પણ છે .આ ઉપરાંત જોડિયા બહેનો મોસમ - મલકા ના કંઠે ગવાતા મધુર પણ કોમેડી ગીતો પણ ખરા જ.

વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દેવલ વોરા રાજકોટ માં કૈક નવું લાવવા માટે અને રાજકોટ ના કલા-રસિકો માટે કૈક અનોખા નજરાણાઓ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે . ટીપોસ્ટ ના દેશી કાફે માં આયોજિત ઉર્દુ મુશાયરો હોય કે હમણાં છેલ્લે લાવેલા, અત્યંત બોલ્ડ વિષય વાળું નાટક - આજ જાને કી ઝિદ ના કરો હોય, વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આયોજનો રાજકોટ માટે 'ટોક ઓફ ધી ટાઉન' રહ્યા છે. લગભગ બે મહિના ના સતત પ્રયત્નો પછી દેવલ એ આ નાટક જાતે માણ્યું અને પછી રાજકોટ ના કલા પ્રેમીઓ માટે કોમેડી નો રસથાળ પીરસવા આ નાટક રાજકોટ માં આયોજન કરવાનું નક્કી કર્યું ! અમદાવાદ , પાટણ વગેરે જેવા શહેરો માં કરેલા કેટલાયે સફળ પ્રયોગો પછી , ખંત થી ચૂંટેલું, કોમેડી ના એક નવા પ્રકાર ને ઉજાગર કરતું આ નાટક રાજકોટ ને જરૂર પસંદ આવશે.

રાજકોટ માં આ નાટક લાવવા માટે , વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના નિરંતર સહયોગી એવા ટીપોસ્ટ ઉપરાંત આ વખતે પરીન લાઇફસ્ટાઇલ અને પરીન ટાટા મોટર્સ પણ જોડાયા છે.  તા.૨૭ ઓકટોબર , શનિવાર ના રોજ નાટક ના બે શો છે .  રાત્રે ૮.૩૦ કલાકે અને રાત્રે ૧૦ કલાકે.  હેમુ ગઢવી હોલ મીની માં.નાટક ની ટિકટ માટે સંપર્કઃ  ૬૩૫૪૯૯૫૦૦૧. એડવાન્સ ટિકટ - ટીપોસ્ટ , રેસકોર્સ રિંગ રોડ, A . G . ઓફિસ પાસે, રાજકોટ  ખાતે  ઉપલબ્ધ છે. મનગમતી સીટ મેળવવા ટિકટ વહેલી તકે લઇ લેવા એક યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)
  • # me too :કેન્દ્રીયમંત્રી એમ,જે,અકબર સામેના આરોપને લઈને વડાપ્રધાન ચૂપ કેમ ?: કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદી એમ. જે. અકબરને લઈને શા માટે ચુપ છે? પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે. access_time 12:26 am IST

  • વલસાડ:સેલવાસના એલિગેન્ટ કાસ્ટિંગ નામની કંપનીની ભઠ્ઠીમાં ધડાકો:12 કામદારોને ઇજાગ્રસ્ત:સારવાર માટે વાપી અને સેલવાસની હોસ્પિટલમાં ખસેડાયા:ધડાકાનું કારણ અકબંધ access_time 5:57 pm IST

  • અમદાવાદના એલિસબ્રિજમાં ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર:રૂ 2.50 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની ચોરી:અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી:ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જનો ધધો કરે છે.:ઓફિસ ના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી access_time 1:06 am IST