Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નગર મેં જોગી આયા... રઘુવંશી રાસોત્સવમાં ખેલૈયાઓની જમાવટ

નાના મૌવા સર્કલ ખાતે લોહાણા સમાજ પરિવારજનો સાથે ઉમટી પડ્યા : દરરોજ ઈનામોની વણઝાર

રાજકોટ : રઘુવંશી પરિવાર દ્વારા યુવાધનની લાગણીને ધ્યાનમાં લઈને આ વર્ષથી પ્રથમવાર રાસ-ગરબાનું આયોજન થતાં સમાજનાં તમામ વર્ગના લોકોમાં એક આનંદની લાગણી પ્રસરી ગઈ છે, શનિ-રવિની રજાનાં દિવસોમાં સમાજનાં ૬ થી ૬૦ વર્ષના તમામ ખેલૈયાઓના પગલાં નાના મૌવા સર્કલ તરફ વળી ચૂકયા હતાં. તમામ અર્વાચીન રાસોસ્તવમાં રઘુવંશી પરિવાર દ્વારા એક એવું અનોખું આયોજન કરવામાં આવેલ છે, કે જેમાં એક પરિવારિક માહોલમાં દૈનિક ખેલૈયાઓને પણ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બાલ ખેલૈયાઓને સરપ્રાઇસ ગિફ્ટ આપવામાં આવે છે. સમાજની અનેક સંસ્થાઓ તથા ગ્રુપનાં સભ્યોએ આ દિવસોમાં રાસોસ્તવમાં ભરપૂર આનંદ માણ્યો હતો.

ભરત મહેતા પ્રસ્તુત મેડ મ્યુઝીક ઓરકેસ્ટ્રાનાં સાજિંદાઓ, વાદકો, ગાયકો દ્વારા માતાજીની આરતીથી શરૂ કરી, ગણપતિ સ્તુતિ બાદ ગોકુળમાં રસ રચાવે કાન ગોપીઓને ભાન ભૂલાવે..., સવા બશેરનું મારૂ દાંતરડું..., નગર મે જોગી આયા..., ચરર ચરર મારૂ ચકડોળ ચાલે..., જલારામ બાપા તમારી ધૂન લાગી..., શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો... જેવા અવનવા પ્રાચીન – અર્વાચીન ગીતો તથા ગરબાથી ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઇ નથવાણી, નિતિનભાઈ નથવાણી, રમેશભાઈ ધામેચા, ગીતાબેન ધામેચા, યોગેશભાઈ પૂજારા, શૈલેષભાઈ પાબારી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, ચારુબેન મીરાણી, બળવંતભાઈ પૂજારા,  અમિતભાઈ રૂપારેલિયા, ચેતનાબેન રૂપારેલિયા, કેતનભાઈ પાવાગઢી, જીગ્નાબેન પાવાગઢી, અશોકભાઇ કુંડલિયા, નરેન્દ્રભાઈ નથવાણી, હરીશભાઇ લખાણી (ડી. એમ. એલ. ગ્રુપ), હરેશભાઈ દાવડા, ચંદ્રકાંતભાઈ વસંત વગેરે સમાજનાં શ્રેષ્ઠિઓ તથા અગ્રણીઓએ રાસ – ગરબાની મોજ માણી હતી.     

નર્ણાયક તરીકે શીતલ કારિયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ, રૂપલ છગ, ધર્મેશભાઈ છગ તથા વિશિષ્ટ જજ તરીકે કલ્પનાબેન વિઠલાણી અને જસ્મિનાબેન વસંતે સેવા આપી હતી તેમજ એ, બી, સી (ત્રણે) ગ્રૂપનાં પ્રિન્સ – પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ – પ્રિન્સેસને મહેમાનો દ્વારા ઇનામો અર્પણ કરાયા હતા.

હસુભાઈ ભગદેવની સતત દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ પરિવારના અગ્રણી પરેશભાઈ વિઠલાણી, શૈલેશભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ  તથા તેમની ટીમનાં કૌશિકભાઈ માનસત્ત્।ા, કલ્પેશભાઇ તન્ના, મેહુલભાઈ નથવાણી, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, જતિનભાઈ દક્ષિણી, હાર્દિપભાઇ રૂપારેલ, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઇ બગડાઈ, ઉમેશભાઈ સેદાણી, પ્રકાશભાઈ સોમૈયા, વિપુલભાઈ કારીયા, વિમલભાઈ વાદેરા, અમિતભાઈ અઢીયા, હિરેનભાઇ કારીયા, મોહિતભાઈ નથવાણી, ધવલભાઈ પાબારી, શિલ્પાબેન પૂજારા, શીતલબેન બુદ્ઘદેવ, તરુબેન ચંદારાણા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)