Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શનિવારે પ્રજાપતિ સમાજના ''બાય બાય નવરાત્રી''

સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા રેસકોર્ષના મેદાનમાં એક દિવસીય આયોજન

રાજકોટઃ સમસ્ત પ્રજાપતિ સમાજ માં એકતા, સંગઠન અને વિકાસને વધુ મજબુત બનાવવા માટે સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ- રાજકોટ (એસપીવાયજી) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવ 'નવરાત્રી'નું અયાોજન આગામી તા.૨૦ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી ''સહિયર રાસોત્સવ'' ફનવર્લ્ડની બાજુમાં, રેસકોર્સ મેદાન,રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ ગ્રાઉન્ડમાં ૫ હજાર ખેલૈયાઓ રમી શકે તેટલી ક્ષમતા છે. સાથે મેટગ્રાઉન્ડ, હાય ફાય લાઈન એરે સીસ્ટમ અને નામાંકિત સિંગરો રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ, સાજીદ ખ્યાર અને સંચાલન તમેજ સીશાન્ગીયા અને સૌ પ્રથમ વખત આવું ભવ્ય આયોજન જોવા મળશે. પ્રિન્સ, પ્રિન્સેસ અને ચિલ્ડ્રન પ્રિન્સ, પ્રિન્સેસ તથા સારૃં રમતા ખેલૈયાઓને ઈનામોથી નવાજાશે.

આ ઉપરાંત એક દિવસીય નવરાત્રીની મુખ્ય વિશેષતાઓમાં, સમાજની એકતા માટે જ્ઞાતિજનો, આગેવાનો, હોદેદારો તથા મહાનુભાવો દ્વારા મહાઆરતી કરી માતાજીને આરાધના કરશે. ડ્રેસકોડમાં સજજ એસપીવાયજીની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને સતત ત્રીજામ વર્ષે આ આયોજનમાં નવરાત્રી ગરબાની સાથે સાથે સમાજમાં વ્યસનમુકિત અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, વૃક્ષારોપણ, અંગદાન અભિયાન જેવા સામાજિક જાગૃતિના કાર્યો માટે મહાઅભિગમ હાથ ધરેલ છે અને સરપ્રાઈઝ ઈનામોની વણઝારતો ખરી જ.

રાસગરબામાં સ્થળ ઉપર પાસની કોઈપણ વ્યવસ્થા રાખવામાં આવેલ નથી જેની નોંધ લેવી. મુખ્ય આયોજક ટીમ અતુલભાઈ સુરાણી મો.૯૮૨૫૨ ૬૮૨૬૩પ જાબાલ કટકિયા મો.૯૮૯૮૧ ૫૪૧૫૩, વિજય મુળિયા મો.૯૮૭૯૯ ૭૭૦૦૭, અનીલ મુળિયા મો. ૭૫૬૭૬ ૧૦૦૨૩, વીકી ટાંક મો.૯૬૮૭૨ ૭૨૭૨૬, મયુર નગવાડીયા મોછ.૯૨૨૭૨ ૧૧૨૪૪. પાસ મેળવવા માટેના સ્થળ (૧) ટ્રેકોન કુરિયર, ૧૩- દિવ્યપ્રકાશ કોમ્પલેક્ષ, પંજાબ હોન્ડા શોરૂમની બાજુમાં, કાલાવડ રોડ રાજકોટ, (અતુલભાઈ સુરાણી ૯૮૨૫૨ ૬૮૨૬૩), (૨) રાજન વેફર્સ, સંતકબીર રોડ, રાજકોટ (વીકી ટાંક ૯૬૮૭૨ ૭૨૭૨૬), (૩) બાલાજી એક્ષિમ, ૩૧૬, સવોત્તમ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર સામે, લીમડા ચોક, રાજકોટ (જાબાલ કટકિયા ૯૮૯૮૧ ૫૪૧૫૩) (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)
  • અંજારના વરસામેડી રોડ પાસે હિટ એન્ડ રનનો બનાવ:કાર ચાલકે ચાર બાઈક સવારોને હડફેટમાં લીધા:બે યુવતીઓ સહિત બે યુવાનોને ગંભીર ઈજા:અકસ્માત કરેલ કારચાલક ગાંધીધામના સ્ક્રેપના વેપારી પુત્ર હોવાનુ બહાર આવ્યુ : એક યુવકની ગંભીર ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયો:નાસી ગયેલ કાર ચાલકની કાર રાજવી ફાટક પાસેથી મળી આવી access_time 1:04 am IST

  • # me too :કેન્દ્રીયમંત્રી એમ,જે,અકબર સામેના આરોપને લઈને વડાપ્રધાન ચૂપ કેમ ?: કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદી એમ. જે. અકબરને લઈને શા માટે ચુપ છે? પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે. access_time 12:26 am IST

  • હરીયાણામાં બની રહેલ મસ્જીદમાં લશ્કર એ તૈયબા આતંકી સંસ્થાના પૈસાઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનો ધડાકો : ટેરર ફંડીગની તપાસમાં નવા નવા ફણગા ફુટતા જાય છેઃ મસ્જીદના ઇમામ સહિત ૩ની ધરપકડ access_time 3:35 pm IST