Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક...હિરામનનગરની નવદૂર્ગા ગરબી

સ્વ.નારણભાઇ બારડે શરૂઆત કરી હતીઃ ૩૮ વર્ષથી અવિરત આયોજનઃ મુસ્લિમ બાળાઓ પણ રમે છે રાસઃ રાજેશભાઇ બારડ અને જીતેન્દ્રભાઇ બારડને તમામ લત્તાવાસીઓનો ભરપુર સહયોગ

રાજકોટઃ રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ આવેલા હિરામનનગરમાં છેલ્લા ૩૮ વર્ષથી શ્રીનવદૂર્ગા ગરબીનું આયોજન થાય છે. વિશેષતા એ છે કે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમી આ ગરબીમાં હિન્દુ બાળાઓ સાથે મુસ્લિમ બાળાઓ પણ રાસે રમે છે અને મુખ્ય આયોજક રાજેશભાઇ બારડ તથા જીતેન્દ્રભાઇ બારડની સાથે વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ ખભેખભા મિલાવી આ ધાર્મિક આયોજનમાં ભાગ ભજવે છે. જીઇબીવાળા સ્વ. નારણભાઇ બારડે આ ગરબીની શરૂઆત કરી હતી. આજે તેમના બંને પુત્રો અને પરિવારજનોએ પરંપરા જાળવી રાખી છે. બારડ બંધુ સાથે આયોજનને સફળ બનાવવા શૈલેષભાઇ ગોહેલ, કવિતાબેન ગોહેલ, સોનલબેન બારડ, દિપરાજભાઇ બારડ, ધ્રુવીબેન બારડ, કુલદીપ બારડ, આમદભાઇ શાહમદાર, રાજુભાઇ શાહ, કિર્તનભાઇ શાહ, નિલેષભાઇ ભટ્ટી, પૂનમબેન ભટ્ટી, ક્રિષ્નાબેન ભટ્ટી, નિખીલ બાવળીયા, ગોપાલ બાવરવા, મનીષભાઇ ચોૈહાણ, કેતનભાઇ ભટ્ટી, ઘુસાભાઇ ભરવાડ જહેમત ઉઠાવે છે. તમામ લત્તાવાસીઓનો પણ ભરપુર સહયોગ મળે છે અને દરરોજ કોઇને કોઇ લત્તાવાસીઓ દ્વારા બાળાઓને લ્હાણી અપાય છે. રાસે રમતી બાળાઓ, આયોજન રાજેશભાઇ અને જીતુભાઇ બારડ સાથે આમદભાઇ, ઘુસાભાઇ સહિતના જોઇ શકાય છે. ઉપરની તસ્વીર જયેશભાઇ ધનજીભાઇ કુકડીયા અને શ્રીમતિ જલ્પાબેન જયેશભાઇ કુકડીયાની લાડલી ચિ. ઋત્વીની છે.

(3:31 pm IST)