Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

'સહિયર'માં રાસના રસીયાઓ માટે ટૂંકી પડે રાત...

શૌર્યગીત, શિવાજીનું હાલરડુ, કસુંબીનો રંગ, રંગ તાળીની રંગત, શિવતાંડવની જમાવટ : મન મૂકીને ઝૂમતા હજારો ખેલૈયાઓ : સુરેન્દ્રસિંહ અને તેમની ટીમ ઉપર થઈ રહેલી અભિનંદનવર્ષા

રાજકોટ : સહિયર કલબ આયોજીત સહીયર રાસોત્સવ-૨૦૧૮માં રાત પડે ને દિવસ ઉગે... પણ છતાય રાત ટૂંકી પડે તેવો માહોલ શનિવાર - રવિવારની રાત્રે સર્જાયો હતો. રમતાના થાકે તેવા ખેલૈયાઓ ઉપરાંત ડેઈલી પાસ દ્વારા રમવા આવતા ખેલૈયાઓનો અદ્દભૂત પ્રવાહ સહિયર તરફ વળે છે.

સહિયરના ગાયકો રાહુલ મહેતાના શોર્ય ગીત, સાજીદના શિવાજીનું હાલરડુ, કસુંબીનો રંગ, ચાર્મી રાઠોડની રંગતાળી રંગત અને તેજસ શીશાંગીયાના કંઠે શિવતાંડવની રંગત જામી છે. તાલ સંચાલનમાં વોટર ડ્રમીંગ, નગારા વાદન સાથે પ્રથમવાર જૂની સાયકલ ડ્રમીંગ ખોડીદાસ વાઘેલાએ વાહ વાહ લૂંટી હતી. કર્ણપ્રિય ઈન્સ્ટુમેન્ટલ દોરમાં કિબોર્ડ પ્લેયર દિપક વાઢેર, સાગર માંડલીયા, રવિ રંગત જમાવે છે. સહિયરનું હાર્દસમા સાઉન્ડની જવાબદારી નિભાવતા સુનિલ પટેલ (સેરેમરાઉન્ડ સાઉન્ડ) હાર્ટ પ્રોલીંગ સિસ્ટમ પર જલ્સા કરાવે છે.

સહિયર રાસોત્સવમાં શહેર ભાજપના મંત્રી અને પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા તથા પ્રોજેકટો ક્રિષ્નરાજસિંહ વાળા તથા વાઈસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર સહિતના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

શનિવારે ઘોષિત થયેલા વિજેતા પ્રિન્સ - વનરાજસિંહ ઝાલા, કુનાલ લાઠીગ્રા, મયુર જોગરાજીયા, મોહિત તલસાણીયા, પ્રિન્સેસ નિરાણી વ્યાસ, રીયા પીપળીયા, ક્રિષ્ના વાઢેર, વેલડ્રેસ જયદીપ કંસારા, નિશા રાવવાલી, બાળકોમાં વિજેતા શુભમ જોષી, માસૂમ મીર, પ્રિન્સેસ વિશ્વા લીંબાસીયા, વિશ્વા રાદડીયા, વેલડ્રેસ મનોજ રાવતરા, કાવ્યા લીંબાસીયા.

રવિવારે વિજેતા ખેલૈયાઓમાં પ્રિન્સ રોહન રાજપૂત, જયેશ વાઘેલા, મીત તન્ના, રાજ નિમાવત, હિમાંશુ જરીયા, પ્રિન્સેસ વિશ્વા વાળા, કૃતિ પોરા, કૃપાલી ગોહેલ, પલ્લવી પરમાર, મેઘના પરમાર, વેલડ્રેસ કિશન ચિત્રોડા, બાળકોમાં પ્રિન્સ ધ્રુવ ગોહેલ, તનિષ્ક સોલંકી, હર્ર્ષ આસોદડીયા, વેલડ્રેસ રાવનપુરા, પ્રિન્સેસ ઝલક પારેખ, મૈત્રી રાજાણી, એંજલ લીંબાસીયા.

વિજેતાઓને સહિયરના મહેમાન સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન - ૨),  મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયંતિભાઈ સરધારા (જેકે મોલ), વૈશાલીબેન ઉદયભાઈ કાનગડ, કૈલાશબેન ધનસુખભાઈ ભંડેરી, રાજભા ચુડાસમા, રૂપલ વસાવડા ચુડાસમા, સુધાબા વાળા, નીતાબા ગોહેલ, દિકરી અર્ચનાબા વાળા, ભકિતબા રાઠોડ, હિનાબા જાડેજા, જયપાલસિંહ ગોહેલ, આશાબા ગોહીલ, પીએસઆઈ શ્રી ચૌહાણ, પોલીસકર્મી ચેતનસિંહ ગોહીલ, સોકતભાઈ સીપાઈ, દિગ્વિજયસિંહ જાડેજા (નાના મૌવા), સહિયરના નિર્ણાયક વૃંદા જાની, દિવ્યેશ કાલરીયા, આરાધના કામરીયા, કુશળ બુંદેલા, રાજેશ ડાંગર, આનંદ શુકલા, જાનવી શુકલા, જય ગણાત્રા, હની ગણાત્રા, અભિષેક શુકલા, હેતલ શુકલા, જય શુકલા, ત્રુચા શુકલા, તથા મહેમાન રત્નદીપ ત્રિવેદી, બાબુભાઈ પરમાર (મર્દ મેન્સવેર), દિગ્વિજયસિંહ ગોહીલ (યુકે), એસ.કે. શૈલેષભાઈ ખખ્ખર તથા લાડકી ત્રિશા ખખ્ખર, અમદાવાદથી ઉપસ્થિત રમેશભાઈ ગજેરા, વૈશાલીબેન, પીનાબેન, શ્રેયાબેન, કેમીબેન, ઈનીશભાઈ અકબરી, ગીરીશભાઈ લુણાગરીયા, બીપીનભાઈ બાસોપીયા, ધ્રુવરાજસિંહ જાડેજા, ડો. શીલુ તથા રૂપાબેન શીલુ (કોર્પોરેટર), સમર્થનભાઈ ચાંદ્રા (અતુલ મોટર્સ), રાજુભાઈ (આરબી ફેશન), જયદીપસિંહ ભાટી, યુવરાજસિંહ ડોડીયા તથા શિવરાજસિંહ પરમારના હસ્તે ઈનામો અપાયા હતા.

સ્પેશ્યલ પ્રાઈઝ જાહેર થતા બેસ્ટ ગ્રુપના ઈનામો દિપક પટેલ ૨ ગ્રુપ, અમેઝીંગ ફોર - બંસી ગ્રુપ, ઐશ્વર્યા ગજ્જર એન ગ્રુપને મહેમાનો તથા પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાના હસ્તે એનાયત થયા હતા. જીટીપીએલ ૭૮૨ ચેનલ પર રાસોત્સવ જીવંત પ્રસારીત થાય છે. ઉપરાંત સહિયરની યુ ટ્યુબ ચેનલ પર લોકો રાસોત્સવ નિહાળી રહ્યા છે.

તસ્વીરમાં સહિયર રાસોત્સવનું જબ્બર સફળ આયોજન કરનાર શ્રી સુરેન્દ્રસિંહ વાળા, તેમજ ટીમ તથા નીચેની તસ્વીરમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)