Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ખૂનના ગુનામાં વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલો ગંજીવાડાનો હિતેષ કોળી પકડાયો

પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ ખાચર અને ટીમે પકડી લીધો

રાજકોટઃ ગંજીવાડા-૧૫માં રહેતો અને ખૂનના ગુનામાં હાલ રાજકોટ જેલમાં રખાયેલો હિતેષ ભગવાનજીભાઇ મજેઠીયા (કોળી) (ઉ.૩૭) તા. ૨૯/૮ થી તા. ૧૭/૯ સુધી ૧૮ દિવસના વચગાળાના જામીન પર છુટ્યા બાદ ૧૮/૯ના રોજ હાજર ન થતાં અને ફરાર થઇ જતાં તેને પેરોલ ફરલો સ્કવોડે પકડી લઇ જેલમાં મોકલ્યો છે. આ સ્કવોડના  હેડકોન્સ. મધુકાંતભાઇ સોલંકી, કોન્સ. જયદેવસિંહ પરમાર તથા જયપાલસિંહ ઝાલાને સંયુકત બાતમી મળતાં પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, જયદેવસિંહ પરમાર, મયુરસિંહ ઝાલા, ધીરેનભાઇ ગઢવી, કિશોરભાઇ ગઢવી, મહમદઅઝહરૂદ્દીન બુખારી તથા ડ્રાઇવર એએસઆઇ ચંદ્રકાંતભાઇ ગોંડલીયાની ટીમે હિતેષને પકડી લીધો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ નાસતા ફરતા કેદીઓ, વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી. આ શખ્સ ગંજીવાડા-૧૫ના છેડે ઉભો હોવાની માહિતી મળતાં પકડીને જેલમાં રજૂ કરી દેવાયો હતો.

(3:22 pm IST)