Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દારૂના ગુનામાં સામેલ પરસોતમ ઉર્ફે પસીયો પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૧૫: પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના ગુન્હામાં સામેલ પરસોતમગીરી ઉર્ફે પસીયો બાલુગીરી ગોસ્વામી (ઉ.વ.૩૦) (રહે. કનકનગર શેરીનં.૧, સંતકબીર રોડ) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરીયા તથા પીએસઆઇ હાથલીયા, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનભાઇ મલેક, અશોકભાઇ કલાલ, જયદીપભાઇ ધોળકિયા, જયેન્દ્રસિંહ પરમાર, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાઘીયા, મનજીભાઇ ડાંગર અને કલ્પેશસિંહ સહિતે પરસોતમગીરી ઉર્ફે પસીયાની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

(3:22 pm IST)