Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અંબા માના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દીવા બળે રે લોલ...

રાજકોટ : આસો નવરાત્રીનો મહિમા આદ્યશકિતની આરાધના માટે અપરંપાર ગવાયો છે. તેમાય ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિની દિવ્ય જ્યોત પ્રાચીન ગરબી મંડળોએ પ્રજ્જવલીત રાખી છે. સમી સાંજ પડતાં જ પ્રાચીન ગરબી મંડળની બાળાઓ દુહા-છંદ - સ્તુતિની રમઝટ બોલાવે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. શહેરના કોઠારીયા રોડ, રણુજા મંદિર સામે કનૈયા ચોક, કનૈયા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વની ભવ્ય-દિવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગરબી ઘુમતી બાળાઓના રાસ નિહાળવા ભાવિકો ઉમટી પડે છે. ગરબે ઘુમતી બાળાઓના કારગીલ રાસ, ભીલ રાસ, ચંડમુંડ રાસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ગરબી મંડળમાં ગાયક તરીકે રાજુભાઇ હાપલીયા, પુનમબેન મહેતા તેમજ ઓર્ગનમાં દિપકભાઇ વાઘેલા, ઢોલ વાદક વિશાલભાઇ, શરદભાઇ વાઘેલા, નવરંગ સાઉન્ડના હરિભાઇ પટેલ સેવા બજાવે છે. શ્રી કનૈયા ગરબી મંડળના આયોજનને દિપાવવા પ્રમુખ ચંદ્રસિંહ પરમાર, ભીમાભાઇ રાતડીયા, કાનાભાઇ આલગોતર, વિનોદભાઇ ચૌહાણ, કરણભાઇ સોલંકી, વિક્રમભાઇ વિડા, ઉમેદભાઇ જેબલીયા, લાલભાઇ જોગરાણા, માધાભાઇ આલગોતર, ઇન્દ્રજીતભાઇ પરમાર, ઘુઘાભાઇ સાટીયા, ઇમરાનભાઇ ગામેતી, હનિફભાઇ , અર્જુનભાઇ આલગોતર, નવઘણભાઇ બાંભવા, શનિભાઇ બારૈયા, રૂપેશભાઇ ધ્રાંગીયા, કમલેશભાઇ પટેલ સહિતના સેવા બજાવે છે. ગરબી મંડળમાં કોર્પોરેટર મયુરસિંહ સતુભાઇ જાડેજા, શૈલેષભાઇ જાવદ, જયંતિભાઇ બુટાણી, નિલેશભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ દિપકભાઇ ધવા, મહામંત્રી વિનોદભાઇ ચૌહાણ, માજી કોર્પોરેટર સતુભા જાડેજાનો સહયોગ સાપડી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં ગરબીના રાસ અને ઉપસ્થિત જનમેદની અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:22 pm IST)