Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

બેડીનાકા ટાવર પાસે'દુર્ગા પૂજા ઉત્સવ'

બેંગાલ યંગસ્ટાર ગ્રુપ દ્વારા દરરોજ આરતી પૂજા : શુક્રવારે સિંદુર ઉત્સવ સાથે સમાપન

રાજકોટ તા. ૧૫ : અહીના વરીયા પ્રજાપતિ હોલ, બેડીનાકા ટાવર, લાઇટ બીલ ઓફીસ પાસે રાજકોટ બેંગાલ યંગસ્ટાર ગ્રુપ દ્વારા ર૬ માં દુર્ગા પુજા ઉત્સવનું આયોજન કરાયુ છે.

ગઇકાલે યોજાયેલ રકતદાન શીબીરમાં લોકોએ મોટી સંખ્યામાં રકતદાન કરી માનવતા મહેકાવી હતી. આજે સોમવારે સવારે શષ્ટી વિહીત પુજા થયેલ. સાંજે ૭.૩૦ વાગ્યે અધીવાસ, આરતી, તા. ૧૬ ના મંગળવારે મહાસપ્તમીએ સવારે ૧૦.૨૭ વાગ્યે નવપત્રીકા પ્રવેશ, સ્થાપના અને રાત્રે ૯ વાગ્યે આરતી, તા. ૧૭ ના બુધાવારે સવારે ૧૦.૨૬ કલાકે મહાઅષ્ટમી વિહીત પુજા, બપોરે ૧૨.૨૭ કલાકે સંઘી પુજા, રાત્રે ૯ વાગ્યે આરતી, તા. ૧૮ ના ગુરૂવારે સવારે ૧૦.૨૬ કલાકે નવમી વિહીત પુજા, રાત્રે ૮.૩૦ વાગ્યે આરતી, રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદ વિતરણ કરાશે.

જયારે તા. ૧૯ ના સવારે ૧૦.૨૬ કલાકે દશમી વિહીત પુજા, બપોરે ર કલાકે સિંદુર ઉત્સવ (સ્ત્રીઓ માટે), બપોરે ૩.૩૦ કલાકે પ્રતિમા વિસર્જન થશે.

ઉત્સવના મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, અતિથિ વિશેષ તરીકે કોર્પોરેટર અજયભાઇ પરમાર, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દીલીપભાઇ રાણપરા, ઝાલાવાડી સોની સમાજના પૂર્વ પ્રમુખ દીનેશભાઇ પારેખ, રાજકોટ ગોલ્ડ ડીલર એસો.ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા, જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ દીવ્યેશભાઇ પાટડીયા,  જેમ્સ એન્ડ જવેલરીના પૂર્વ પ્રમુખ જયસુખભાઇ આડેસરા ઉપીસ્થત રહેશે.

સમગ્ર ઉત્સવને સફળ બનાવવા રાજકોટ બેંગાલ યંગસ્ટાર ગ્રુપના તપસ મોંડલ, દીપક ઘોરાઇ, અલીપકુમાર દેઇ, માનસ સસ્માલ, પ્રદીપ ભુનિયા, બનેશ્વર ચક્રવર્તી, શીવાનંદા સામંથા, તારકનાથ દોલુઇ, સોમેઇ સામંથા, તપસ મૈત્રી, સ્વારેન્દુ બગ, બીમલ મેતે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:21 pm IST)