Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવલા દિવસ નવરાત્રીના...કુમારિકા ગરબે રમે...:ગાંધીગ્રામની આશાપુરા ગરબી મંડળની બાળાઓનો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટઃ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આશાપુરા મંદિરે છેલ્લા ૧૮ વર્ષથી  નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દરરોજ તાલીરાસ, દંાડીયા રાસ, ખંજરી રાસ, તલવાર રાસ સહિતનાં ૧૦ થી ૧૫ અવનવા રાસની રમઝટ ૪૪ બાળાઓ બોલાવી રહી છે. આ ગરબીઓની બાળાઓને  ૨૦ દિવસથી પ્રેકટીસ કરાવવામાં આવે છે. આ ગરબી વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં નિહાળે છે. આ ગરબીમાં દર વર્ષ દિકરીઓને સોના-ચાંદીની વગેરે વસ્તુની લ્હાણી આપવામાં આવે છે. આ ગરબીમાં ઉમેદસિંહ જાડેજા, રીનાબેન, મીનાબા જાડેજા, નરોતમભાઇ, બટુક ભાઇ સહિત તેઓ ગાયક તરીકે સેવા આપી રહ્યા છે. સમગ્ર આયોજનમાં દેવેન્દ્રસિંહ ઝાલા, ભગવતસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, નીધીબા જાડેજા, પ્રધ્યુમનસિંહ ચુડાસમા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(અશોક બગથરીયા)

(3:20 pm IST)