Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દોઢ લાખનો ચેક પાછો ફરતાં વેપારી સામે કોર્ટમાં ફરીયાદ થતા હાજર થવા ફરમાન

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટના ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા અને રાજકોટ ખાતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કાજ કરતા હીતેષભાઇ પ્રવિણચંદ્ર દોશી વિરૂધ્ધ મુંજકા ગામના રહીશ સુનિલભાઇ ગોરધનભાઇ દોંગા (ફરીયાદી) દ્વારા ૧પ૦૦૦૦- (એક લાખ પચ્ચાસ હજાર પુરા) ના ચેર રીર્ટનની ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકોટનાં એડી. ચીફ જયુડી. મેજી. આર.એસ. રાજપુતે આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

ફરીયાદી ટુ઼ક હીકકત એવી છે કે રાજકોટ શહેરના ન્યુ જાગનાથ પ્લોટના રહીશ અને ઇન્વેન્ટ મેનેજમેન્ટનું કામકાજ કરતા હીતેષભાઇ પ્રવિણચંદ્ર દોશી વિરૂધ્ધ મુંજકા ગામના રહીશ સુનીલભાઇ ગોરધનભાઇ દોંગા પાસેથી હીતેષભાઇ દોશી એ પોતના ધંધાના વિકાસ તેમજ અંગત જરૂરીયાત અર્થે હાથ ઉછીના રૂપિયા ૧પ૦૦૦૦/- (એક લાખ પચ્ચાસ હજાર પુર) સંબંધના દાવે મેળવેલ હતા જે રકમ ફરીયાદી સુનીલભાઇ પરત માંગતા આરોપીએ તેના બેન્ક ખાતાનો રૂપિયા ૧.પ લાખનો ચેક લખી આપેલ જે ચેક અપુરતા ભંડોળના કારણે વગર ચુકવણે પરત કરેલ જેથી ફરીયાદીએ તેના વકીલશ્રી મારફત ચેક રીટર્ન અંગેની નોટીસ આપયા બાદ આરોપીએ નાણા ચુકવેલ નહી જેથી ફરીયાદી સુનિલભાઇ એ તેના વકીલશ્રી સંજય એચ. પંડિત મારફત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે અનુસંધાને નામદાર કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત બલરામ પંડિત રિધ્ધિ રાજા, મિતેશ ચાનપુરા રોકાયેલ છે.

(3:15 pm IST)