Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

બેડી ચોકડી પાસે વોંકળામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો જીતેન્દ્રસિંહ ઉર્ફે બંટી પકડાયો

બી. ડીવીઝન પોલીસનો દરોડોઃ રણજીત જાડેજાની શોધખોળ

રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એમ. ઝાલા ત્થા પીએસઆઇ પી. બી. જેબલીયા તથા એએસઆઇ કે. યુ. વાળા, હેડ કોન્સ. અમૃતભાઇ રાઠોડ, જનકસિંહ ગોહીલ, ખોડૂભા જાડેજા, જેન્તીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અમૃતભાઇને મળેલી બાતમીના આધારે બેડી ચોકડી પાસે વોંકળામાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા જીતેન્દ્રસિંહ ઉર્ફે બંટી દિલીપસિંહ સોઢા (ઉ.૩૦) (રહે. મોરબી રોડ) ને પકડી લઇ દેશી દારૂ બનાવવાનો ૭ર૦ લીટર આથો તથા સાધનો મળી રૂ. ૪૪૪૦ ની મતા કબ્જે કરી હતી. અને રણજીત જાડેજા નાસી જતા તેની શોધખોળ આદરી છે.

(3:15 pm IST)