Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોરઠીયાવાડી સર્કલ પાસેથી ચોરાઉ બાઇક સાથે મટીયાણાનો રામજી પકડાયો

રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમીશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રકાશભાઇ વાંક, સલીમભાઇ, દીવ્યરાજસિંહ ઝાલા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રાણાભાઇ કુંગશીયા, રાજેશભાઇ તથા હીતેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે સોરઠીયાવાડી સર્કલ પાસેથી રામજી માનસીંગ ઠાકુર (ઉ.૧૯) (રહે. હાલ મટીયાણા તા. માણાવદર, મુળ યુ.પી.)ને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછ કરતા તેણે ગઇકાલે સવારે કુતીયાણા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોરી કરી રાજકોટ વેંચવા માટે આવ્યો હતો.

(3:14 pm IST)