Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજકોટ જિલ્લા કોંગ્રેસની બે દિવસીય ટ્રેનિંગ શિબિર શરુ

રાષ્ટ્રીય મંત્રી જીતેન્દ્ર બાંધેલજી,પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા,મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના ઉપસ્થિત

રાજકોટ :આજથી રાજકોટ જિલ્લા કૉંગ્રેસ સમિતિની બે દિવસીય ટ્રેનિંગ શિબિર બેઠકનો બપોરે 12.30 કલાકથી પ્રારંભ થયો છે. ક્રિષ્ના પાર્ક રિસોર્ટ, ગોંડલ રોડ ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી જીતેન્દ્ર બાધેલજી, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રીબા વાધેલા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા,રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશભાઈ રાજપૂત,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હેમાંગભાઈ, વસાવડા,ધારાસભ્ય ત્રૂતવીકભાઈ મકવાણા,લલિતભાઈ કગથરા,બ્રિજેશભાઈ મેરજા, તથા જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ના ચુટાયેલા પ્રતિનિધિઓ તથા જીલ્લા તથા તાલુકાના હોદ્દેદારો તથા ફન્ટલ/સેલનાં પ્રમુખો અને હોદ્દેદારો  હાજર રહ્યા હતા  .

(9:12 pm IST)