Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા યુવા સંવાદ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પ્રદુમન વાજાની સૂચના અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનોજ રાઠોડના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું ઉપલેટા તાલુકાના ડૂમિયાણી ગામે કરવામાં  આવ્યું હતું. દરેક હોદ્દેદારોનું ઢોલ- નગારાગથી સ્વાગત અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટ જિલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી મનોજ રાઠોડ, ઉપલેટા તાલુકા પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી એડવો. મહેશ વાણિયા, ઉપપ્રમુખ વજુભાઈ મકવાણા, રાજકોટ જિલ્લા ભાજપ આઈટી સેલ ઈન્ચાર્જ મુકેશ રાઠોડ, ઉપલેટા તાલુકા પં.પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માંકડીયા, ઉપલેટા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ બારૈયા, ઉપલેટા તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, રમેશભાઈ માંખેચા, રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મંત્રી ભરતભાઈ લુણાસિયા, કિશોરભાઈ જેઠવા, પ્રદેશ અનુ.જાતિ કારોબારી સભ્યો બાલુભાઈ વિંઝૂડા, તુષારભાઈ સોંદરવા, ભરતભાઈ બગડા, રાજુભાઈ બગડા, ઉપલેટા તાલુકા અનુ.જાતિ પ્રુમખ ભરતભાઈ કેરીયા, મહામંત્રી દીપકભાઈ ચૌહાણ, ઉપલેટા શહર ભાજપ  મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, રમેશભાઈ માંખેચા, રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મંત્રી ભરતભાઈ લુણાસિયા, કિશોરભાઈ જેઠવા, પ્રદેશ અનુ.જાતિ કારોબારી સભ્યો બાલુભાઈ વિંઝૂડા, તુષારભાઈ સોંદરવા, ભરતભાઇ બગડા, રાજુભાઈ બગડા, ઉપલેટા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાના મંત્રી ભરતભાઈ કેરીયા, મહામંત્રી દીપકભાઈ ચૌહાણ, ઉપલેટા શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ બાલાભાઈ ચાંડપા, પરબતભાઈ ચાવડા વિ.ઉપસ્થિત રહ્યા હતા.

(3:26 pm IST)