Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમેરીકામાં 'મેથીસ્ટોન મોટેલ' વ્યવસાય વિકસાવતા રાજકોટના મહેશભાઇ ગણાત્રા

રાજકોટ તા. ૧૫ : મુળ રાજકોટમાં જન્મેલા મહેશભાઇ પ્રેમજીભાઇ ગણાત્રાએ ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ અને બાદમાં નાની મોટી કંપનીમાં એકઝીકયુટીવ તરીકે નોકરીનો અનુભવ મેળવી અમેરીકાની વાટ પકડી હતી.

ચાલીસેક વર્ષ પહેલા લગ્ન થયા બાદ તેઓ અમેરીકા ગયા. જયાં મીસીસીપીમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો. 'મેથીસ્ટોન મોટેલ' ના માલીક બન્યા અને આજે સૌ કોઇ તેમને સફળ ઉદ્યોગપતિ તરીકે માન આપી રહ્યા છે. રાજકોટના સામાજીક કાર્યકર યોગેશ માખેચા (મો.૯૫૭૪૮ ૪૩૦૮૯) ના મામા મહેશકુમાર ગણાત્રા (અમેરીકા ૦૦૧- ૬૬૨૨૬૩૮૨૧૯) ને સફળ બીઝનેશમેન તરીકે ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(3:25 pm IST)