Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રૂ.. બે લાખનો ચેક પાછો ફરતાં દેવ ટ્રાન્સપોર્ટના પ્રોપરાઇટર સામે ફરિયાદ

રાજકોટ તા. ૧પઃ પડધરી મોરબી રોડ, મું. ઉકરડા, તા. પડધરી મુકામે કનકાઇ પાઇપ્સ એન્ડ ફીટીંગ પ્રા. લી.ના નામે ધંધો કરતા ડાયરેકટર મહેન્દ્રભાઇ તળપદાએ દેવ ટ્રાન્સપોર્ટ મારફત નેપાળના કાઠમંડુમાં આવેલ કે. જી. ઇન્ટરનેશનલ પ્રા. લી. ને માલ મોકલેલ હોય જે ટ્રાન્સપોર્ટનું ભાડું કે. જી. ઇન્ટરનેશનલમાંથીસમયસર ન ચુકવાતા જે ભાડાની રકમ ફરીયાદી મહેન્દ્રભાઇ તળપદાએ ચુકવેલ હોયબાદ કે. જી. ઇન્ટરનેશનલ પ્રા. લી. દ્વારા ભાડાની રકમ દેવ ટ્રાન્સપોર્ટના બેંક ખાતામાં જમા કરાવી દીધા બાદ દેવ ટ્રાન્સપોર્ટના પ્રોપરાઇટર રતાભાઇ રાતડીયાએ ફરીયાદીએ ચુકવેલ ભાડાની રકમ રૂ.. ર,૦૦,૦૦૦/- પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા કનકાઇ પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ પ્રા. લી.ના ડાયરેકટર મહેન્દ્રભાઇ તળપદાએ દેવ ટ્રાન્સપોર્ટ તથા તેના પ્રોપરાઇટર રતાભાઇ ખોડાભાઇ રાતડીયા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપીઓને હાજર થવા આરોપીઓ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આરોપીઓએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપીઓ વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીઓએ નેપાળના કાઠમંડુમાં આવેલ કે. જી. ઇન્ટરનેશનલમાં ટ્રાન્સપોર્ટ મારફત માલ મોકલેલ તેના ભાડાની રકમ સમયસર ન મળતા ફરીયાદીએ ભાડાની રકમ ચુકવેલ હોય બાદ કે. જી. ઇન્ટરનેશનલ દ્વારા ભાડાની રકમ તહોમતદારોના બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ ફરીયાદીએ ચુકવેલ ભાડાની રકમ પરત કરવા તહોમતદારોએ ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીઓએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી મહેન્દ્રભાઇ તળપદા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા તથા પાર્થ સંઘાણી રોકાયેલ હતા.

(3:03 pm IST)