Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટ જિલ્લા બેંકના ૧૮ કર્મચારીઓ કોરોનાના ભરડામાં

ચેરમેન જયેશ રાદડિયા સહિત તમામ હોમ કોરોન્ટાઈન

રાજકોટ,તા.૧૫: સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં કોરોનાનું આક્રમણ થયુ છે. છેલ્લા અઠવાડીયામાં હેડ ઓફીસના ૫ સહિત શહેર- જિલ્લાની ૨૦૦ શાખાઓમાં ૧૮ કર્મચારીઓે કોરોનાથી સંક્રમિત થયા છે. ચેરમેન જયેશ રાદડિયાનો કોરોનાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.

બેંકના કર્મચારીઓ પોતાના આરોગ્યના જોખમે ફરજ બજાવી રહ્યા છે.

બેંકમાં આવતા તમામ લોકોને સેનીટાઈઝેશન, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરેનું પાલન કરવા બેંકના સત્તાધીશોએ અપીલ કરી છે.

(11:49 am IST)