Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ક્રાઇમ બ્રાંચે કેકેવી ચોકમાંથી ભૂપત મૈત્રાને પોણા બે લાખના દારૂ સાથે પકડ્યોઃ કુલ ૪.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે

સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી દરોડો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન કેકેવી ચોકમાંથી યુનિવર્સિટી રોડ પર મધુવન સોસાયટી-૩માં રહેતાં ભૂપત પ્રભાતભાઇ મૈત્રા (ઉ.૩૦)ને જીજે૧૦ટીટી-૩૬૩૬ નંબરની મહિન્દ્રા ગાડીમાં રૂ. ૧.૭૫ લાખના અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો સાથે પકડી લઇ દારૂ, ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪,૭૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

અન્ય દરોડામાં રોશન અને રામસિંહ બોટલો સાથે પકડાયા

ડીસીપીના કોન્સ. નગીનભાઇ પોલાભાઇ ડાંગરની બાતમી પરથી વાવડી સર્વે નં. ૪૬ સંતોષભાઇ બિહારીના કારખાનામાં રહેતાં રોશન ભોલેભાઇ પટેલ  (માંઝી) (ઉ.૫૫)ને રૂ. ૬૦૦૦ના ૨૦ બોટલ દારૂ સાથે પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે પકડી લીધો હતો.

જ્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળાની બાતમી પરથી રેલનગર હેડગેવાર ટાઉનશીપ કવાર્ટર નં. ૪૦૮માં રહેતાં રામસિંહ જોરૂભા જાડેજા (ઉ.૩૯)ને તેના ઘર નજીક રોડ પરથી રૂ. ૯૦૦ના ૩ બોટલ દારૂ સાથે પીએસઆઇ ધાંધલ્યા અને ટીમે પકડી લીધો હતો.

પેડક રોડ લાખેશ્વરમાંથી ભગુ રબારી ૧૦ બોટલ સાથે પકડાયો

રાજકોટઃ બી-ડિવીઝન પોલીસે આડા પેડક રોડ પર લાખેશ્વર સોસાયટી-૪માં દરોડો પાડી અહિ રમેશભાઇ દેવશીભાઇ રામાણીના મકાનમાં ભાડેથી રહેતાં મુળ માળીયા હાટીના તાબેના કાલીંભડા ગામના ભગુ વીરાભાઇ કોડીયાતર (રબારી) (ઉ.૩૮)ને રૂ. ૩૦૦૦ના ૧૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. પી.આઇ. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ, મહેશભાઇ ચાવડા સહિતે દરોડો પાડ્યો હતો.

નાના મવા નહેરૂનગરનો રવિ પરમાર ૧ બોટલ સાથે પકડયો

રાજકોટઃ તાલુકા પોલીસ મથકના હર્ષદસિંહ ચુડાસમા, ભગીરથસિંહ સહિતે પાઠક સ્કૂલવાળી શેરીમાંથી રવિ નરેન્દ્રભાઇ પરમાર (ખવાસ) (ઉ.૨૪)ને એક બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

(12:09 pm IST)
  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારને છાતીમાં દુખાવાની ફરિયાદ : ઇડીની અટકાયત દરમિયાન ત્રીજીવાર હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 12:57 am IST

  • ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી રઘુવરદાસને ફટકારી લીગલ નોટિસ : પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના પર ભ્રષ્ટ્રાચારના આરોપ મામલે સીએમને નોટીસ ફટકારી આરોપ પાછા ખેંચવા માંગ કરી : હેમન્ત સોરેને કહ્યું કે મને બદનામ કરવા 500 કરોડની સંપત્તિ ખરીદયાનો કરાય છે આક્ષેપ : સાત દિવસમાં માફી માંગે અથવા કાનૂની કાર્યવાહીની ચીમકી આપી access_time 12:53 am IST