Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

૧૫૦ રીંગ રોડ મધુવન સોસાયટીમાં ફલેટમાં દરોડોઃ જૂગાર રમતાં ૮ પકડાયા

પકડાયેલા તમામ પટેલઃ ક્રાઇમ બ્રાંચે રૂ. ૪૮૮૫૦ની રોકડ કબ્જે લીધી

રાજકોટ તા. ૧૫: ક્રાઇમ બ્રાંચે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર મધુવન સોસાયટી-૧માં આવેલા સોૈરભ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧માં રહેતાં રમેશ વાલજભાઇ હિરાણી (પટેલ) (ઉ.૫૫)ના ઘરમાં દરડો પાડી આઠ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૮૮૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

ટીમ પેટ્રલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા અને કોન્સ. અમિત ટુંડીયાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ફલેટ નં. ૩૦૧માં દરડો પાડી અશ્વિન હરિભાઇ ઝાલાવડીયા (ઉ.૪૮-રહે. મધુવન સોસાયટી-૩), દિલીપ રામજીભાઇ કોરડીયા (ઉ.૪૫-રહે. સ્નેહસાગર એપાર્ટમેન્ટ પંચાયત ચોક એ-૧/૪૦૨), રમેશચંદ્ર નરશીભાઇ કોરડીયા (ઉ.૫૯-રહે. વૃજભૂમિ એપાર્ટમેન્ટ પાટીદાર ચોક), રાજેશ નરશીભાઇ કોરડીયા (ઉ.૫૩-રહે. પુષ્કરધામ એપાર્ટમેન્ટ એ-૨/૨૦૫), કિશોર નરશીભાઇ કોરડીયા (ઉ.૫૪-રહે. ગોલ્ડન પાર્ક-૨) દર્શન અમૃતલાલ બાથાણી (ઉ.૩૦-રહે. મધુવન સોસાયટી બી-૩૦૧), રમેશ વાલજીભાઇ હિરાણી (ઉ.૫૫-રહે. અજંતા પાર્ક બી-૪૧)ને પકડી લઇ રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અમીતભાઇ ટુંડીયા, સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

 

(3:49 pm IST)