Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ફેમીલી કોર્ટે પત્નીને આપેલ ભરણ પોષણનો હૂકમ હાઇકોર્ટે સ્ટે કર્યો

રાજકોટ તા.૧૫: ફેમીલી કોર્ટમાં પત્નીને મળેલ વચગાળાના ભરણ પોષણનો હુકમ સ્ટે કરતી હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

અહીંના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ રહેતી પરણીતા ફોરમબેનના લગ્ન રાજકોટ ખાતેજ કોઠારીયારોડ પર બાલાજી પાર્કમા રહેતા રવીભાઇ પાલા સાથે સને ૨૦૧૫ની સાલમા થયેલ અને ત્યાર બાદ પરણીતા અગમ્ય કારણોસર પોતાના માવતરે પરત ફરેલ અને તેણે પોતાના પતી સામે રાજકોટની ફેમીલી કોર્ટમા ભરણ પોષણ મેળવવાની અરજી દાખલ કરેલ અને મુળ અરજી ચાલતા સમય જાય તેમ હોઇ વચગાળામા પણ ભરણ પોષણની માંગ કરતી અરજી દાખલ કરેલ.

હાઇકોર્ટમાં પતીએ પોતાની આવકના પુરાવા રજુ કરેલ અને વચગાળામા અદાલતે વધારે ભરણ પોષણનો હુકમ ફરમાવેલ છે તેવી રજુઆત કરેલ જેથી હાઇકોર્ટે પત્નીને સાંભળ્યા વગર પતીની અરજીમા તથ્ય લાગતા રાજકોટની ફેમીલી કોર્ટે જે પત્નીના માસીક ૬૦૦૦ ભરણ પોષણના મંજુર કરેલ તેના ઉપર શરતી રોક લગાવતો મનાઇહુકમ એટલે કે સ્ટે આપેલ છે અને પત્નીને હાઇકોર્ટમા હજાર થવાની નોટીસ કરવામાં આવેલ છે જેથી હવે રાજકોટમા પત્નીની અરજી જયા સુધી ગુજરાત હાઇકોટમા આખરી નીર્ણય ન આવે ત્યાં સુધી સ્ટે થઇ ગયેલી છે અને પતી ને ભરણ પોષણના હુકમમા રાહત મળેલ છે.

આ કેસમા ગુજરાત હાઇકોર્ટમા પતી રવીભાઇ પાલા તરફે  એડવોકેટ શ્રી જીજ્ઞેશ હજારે રોકાયેલ છે જયારે રાજકોટમાં શ્રી સંદીપ કે.અંતાણી તથા અશોક ડાંગર અને સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલા છે.(૯.૨૨)

(3:48 pm IST)