Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

'શ્રી ગણેશ' એકતાનું પ્રતિક છે : વિજયભાઈ

રાજકોટ : ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિનભાઇ ભારદ્વાજ તેમજ જીમ્મી અડવાણી અને ગીતાબેન અડવાણીએ આરતી કરી હતી. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે ગણેશ એકતાનું પ્રતિક છે. આઝાદીની લડત સમયે દેશને એક છત્ર નીચે લાવવા ગણેશ ઉત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી. આજે સાંપ્રત વેરવિખેર સમાજમાં એકતા માટે ગણેશનો આદર્શ અનિવાર્ય અને જરૂરી છે. આજે શનિવારે સાંજે નાના બાળકોની જાહેર શ્લોક સ્પર્ધા, રાત્રે શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, કાલે રવિવારે સાંજે જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ અને રાત્રે સ્વર સાધના વેરાયટી - શો યોજાયેલ છે.

(3:44 pm IST)