Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

રિયાલીટી શો ''ડાન્સ દિવાને''માં ફોર ફાઈનલીસ્ટમાં પસંદગી પામેલી રાજકોટની માનસી ધ્રુવનો કાલે ફ્રી વર્કશોપ

માધુરી દિક્ષીત મારા આઈડલ તેની સામે પ્રથમ વખત ડાન્સ કરતી વખતે હું નર્વસ બની ગઈ હતીઃ માનસી ધ્રુવ * રાષ્ટ્રીયકક્ષાએ ત્રણ વખત વિજેતા બની ચુકયા છે

રાજકોટ,તા.૧૫: નેશનલ એન્ટરટેઈન્મેન્ટ ચેનલ કલર્સ પર ચાલી રહેલા ''ડાન્સ દીવાને'' પ્રોગ્રામમાં રાજકોટની માનસી ધ્રુવે શાનદાર દેખાવ કરીને ફોર ફાઈનાલિસ્ટમાં પ્રવેશ કરીને ફરી એક વખત રાજકોટનું નામ રોશન કર્યું છે. આ પહેલા પણ દેશની ટોચની ચેનલોના ડાન્સ પ્રોગ્રામમાં પણ પોતાનું કૌવત ઝળકાવી ચુકેલી રાજકોટની માનસી ધ્રુવે પોતે મેળવેલી સિદ્ધિ બાદ હવે પોતાના અનુભવનો લાભ ડાન્સ શીખી રહેલા બાળકોને પણ મળે તે માટે આ રવિવારે તેમના દ્વારા રાજકોટમાં એક ફ્રી ડાન્સ વર્કશોપનું આયોજન વિનામૂલ્યે કર્યું છે.

આવતીકાલે ૧૬મીના રૈયા રોડ પર સદ્દગુરૂ તીર્થધામની પાછળ જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપની ખાતે યોજાનારા વર્કશોપ અંગે વધુ વિગત આપતા માનસી ધ્રુવે જણાવ્યું હતું કે કલર્સમાં ચાલી રહેલા ''ડાન્સ દીવાને'' કાર્યક્રમ દરમિયાન મને ઘણું નવું શીખવા મળ્યું છે અને નામી જજીસની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મારા સાથી કલાકારો સાથે શો કરીને વધુને વધુ શીખવાની તક મળી છે અને આ મુકામ સુધી પહોંચી છું ત્યારે રાજકોટના ઉભરાતા ડાન્સ કલાકારો માટે મારે કંઈક કરવું જોઈએ એવી ભાવના સાથે રાજકોટમાં એક દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં કોઈપણ ડાન્સમાં રૂચિ ધરાવતા બાળકો વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. આ વર્કશોપનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે રાજકોટના ઉભરતા કલાકારો સાથે ડાન્સ સેશન લઈને તેમને મારા અનુભવો શેર કરી શકું.

માત્ર ૧૪ વર્ષની માનસી ધ્રુવ હાલ રાજકોટમાં નવામાં ધોરણમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને છેલ્લા ૭ વર્ષથી ઈન્ડિયન કલાસિકલ ડાન્સ શીખી રહ્યા છે અને કથકમાં ઉપન્યાસ વિશારદ પણ કરેલું છે અને જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપનીમાં છેલ્લા ૩ વર્ષથી જયદીપ ટીમાણીયા પાસેથી વેસ્ટર્ન ડાન્સ સ્ટાઈલની ટ્રેઈનિંગ લઈ રહ્યા છે. જેમાં કન્ટેમ્પરરી, હિપહોપ, બોલીવુડ એન્ડ જાઝસ્ટાઈલ સામેલ છે.

તેમના પિતા મેહુલકુમાર ધ્રુવ અને માતા પલ્લવી ધ્રુવ જણાવે છે કે માનસીને નાનપણથી ડાન્સનો ગજબનો શોખ હતો અમે એને કથકમાં બેસાડી હતી પણ આજે કલર્સમાં રિયાલિટી શોમાં જયારે દિગ્ગજ જજીસ અને કલાકારોની વચ્ચે આટલું સારૃં પર્ફોર્મન્સ કરીને લાસ્ટ ફોર ફાઈનાલિસ્ટમાં પહોંચીને જે ગૌરવ અપાવ્યું છે તે અમારા માટે પણ એક ગૌરવની ઘડી સમાન છે. તેઓ કહે છે કે માનસીએ અત્યાર સુધીમાં ૩૦ થી વધારે સ્ટેટ લેવલની ડાન્સ સ્પર્ધામાં નંબર ૧ રહી છે અને રાષ્ટ્રીય લેવલ પર પણ ૩ વખત વિજેતા બન્યા છે. આ ઉપરાંત સોની ટીવી પર સુપર ડાન્સર, ડીઆઈડી લિટર માસ્ટર ઝી ટીવી પર અને સુપર ડાન્સર ચેપટર ૨માં પણ પસંદ થઈ ચુકયા છે.

આવતીકાલના વિનામૂલ્યે  વર્કશોપને વધુ સફળ બનાવ માટે અક્ષર આર્ટસ સેન્ટરના કમલેશભાઈ પરમાર ઉપરાંત ફોર્સ ઈન્ડિયા બેવરેજીસ ''ફેવરિટો''ના અશોકભાઈ ખાનપરા, હોટેલ મિન્ટ રેટ્રો ટેઈકઅવે અને જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપનીએ પણ વર્કશોપને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

અક્ષર આર્ટસ સેન્ટરના કમલેશભાઈ પરમાર જણાવે છે કે જે કોઈ યુવા ડાન્સ કલાકારો આ ફ્રી વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છુકો પોતાનું નામ મો.૮૩૦૬૬ ૦૨૭૮૩ અને ૯૮૨૫૨ ૮૮૭૧૧ પર નોંધાવી શકે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૨)

 

(3:42 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST