Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

તંત્ર વામણુ

કરોડોનો ફિલ્ટર પ્લાન્ટ છતાં વોર્ડ નં.૩માં ગંદુ પાણીઃ ગાયત્રીબા

રાજકોટ તા. ૧પ :.. શહેરના વોર્ડ નં. ૩ સહિતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડહોળુ, કલર તથા ગંદા પાણી વિતરણ થઇ રહ્યાની ફરીયાદ ઉઠવા પામી છે. આ અંગે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ હતું કે, કરોડોનો ફિલ્ટર પ્લાન્ટ, ઇજનેરોની ફોજ છતાં શહેરીજનોને દુષિ પાણી વિતરણ થઇ રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યા ઉકેલવવામાં આવી હતી.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યુ હતું કે,   મ્યુની. કોર્પોરેશન દ્વારા લોકોને પાયાની પ્રાથમીક સવલતો પૂરી પાડવાની હોય તેમાં સદંતર નિષ્ફળ નિવડેલ તંંત્ર અને ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓના છાશવારે વિદેશ પ્રવાસો વચ્ચે લોકોને પીવાનું શુધ્ધ પાણી પણ પુરૂપાડી શકાતું નથી.

સ્માર્ટ સીટીની વાતો કરનારા શાસકો કયારેક સંપ હાઉસ કે પાણીના ટાંકાના સફાઇના નામે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવી નાખે છે તો કયાંક નર્મદા નીર નાં ધાંધિયાના નામે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે, ત્યારે વોર્ડ નં.૩ ના પોપટપરા, રઘુનંદન, રેલનગર, સંતોષીનગર, શ્રીનાથજી સોસાયટી, સહિતના વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ડોળુ, કલરવાળુ, અને વાસ મારતું પાણી વિતરણ થઇ રહ્યાનો આક્ષેપ કર્યો છે. કે મ.ન.પા.માં લાખો રૂપિયાનો પગાર લેતાં એન્જીનીયરો, ટેકનીશીયનોની ફોજ આધુનિક ફીલ્ટર પ્લાંટોનાં નિવાણ માટે લાખો રૂપિયાનાં ફિલ્ટર પ્લાંટના કોન્ટ્રાકટો આપતા હોવા છતાં અને પ્રજાનાં ટેક્ષનાં પરસેવાની કમાણીનાં પૈસા માંથી પણ તંત્ર શુધ્ધ પાણી આપી શકતું નથી. આ માટે તાત્કાલીક સમસ્યાનો ઉકેલ માટે માંગ કરવામાં આવી છે.

(3:41 pm IST)