Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોમવાર-મંગળવારે કોર્પોરેશનની કચેરીએ આધારકાર્ડની કામગીરી બંધ

સોફટવેર અપગ્રેડેશનાં કારણે બે દિ' આધાર નોંધણી લગત તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશેઃ લોકોને સહકાર આપવા તંત્રની અપીલ

રાજકોટ તા.૧૫: યુ.આઇ.ડી. આધારની તમામ સેવાઓની કામગીરી કોર્પોરેશનની ઝોન કચેરીમાં તા.૧૭-૧૮ના બંધ રહેશે તેની કોર્પોરેશન દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ યુ.આઇ.ડી. આધાર નોંધી તથા આધરમાં સુધારા-વધારાની કામગીરી સેન્ટ્રોલ ઝોન, ઢેબરભાઇ રોડ (ર) વેસ્ટ ઝોન, ૧પ૦ ફુટ રીંગ રોડ (૩) ઇસ્ટ ઝોન ભાવનગર રોડ સહિતની ૩ઝોન કચેરી ખાતે ચાલુ છ.ે આધાર નોંધણી કિટમાં યુઆઇડીએઆઇ વિભાગ દ્વારા ફલાઇટન્ સોફટવેરનું અપડેશન કરવાનું હોવાથી તારીખ ૧૭ તથા ૧૮ ના રોજ બે દિવસ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નોંધી લગત તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે આ બાબતે સહકાર આવપા તંત્ર દ્વારા અનુરોધ કરવામાંં આવ્યો છે.(૧.૨૯)

 

(3:40 pm IST)