Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

આઇ.ટી.આઇ.- પોલીટેકનીક-પી.જી.વી.સી.એલ.-બી.એસ.એન.એલ. કચેરીએ ડેન્ગ્યુ મચ્છરોનો ઉપદ્રવ

રાજકોટઃ શહેરમાં દોઢ મહિનાથી ડેન્ગ્યુંના મચ્છરો આતંક મચાવી રહ્યા છે. અને આ જીવલેણ તાવે  ચાર-ચાર લકોનો ભોગ પણ લીધો છે. ત્યારે છેલ્લા સાત-આઠદિ'થી મ્યુનિ.કોર્પોરેશનના મેલેરીયા વિભાગ દ્વારા સરકારી કચેરી-શૈક્ષણીક સંસ્થા, હોસ્પિટલોમાં ચેકિંગ કરતા મચ્છરના બ્રીડેગ મળી આવ્યા છ.ે જે અન્વેય આજે મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખાની જુદી-જુદી ૪ ટીમો દ્વારા ભાવનગર રોડ પર આવેલ આઇ.ટી.આઇ. કેમ્પ તથા પોલીટેકનીક કોલેજ તથા મિલપરામાં આવેલ પી.જી.વી.સી.એલ. કચેરી, જયુબેલી ચોકમાં આવેલ બી.એસ.એન.એલ.જુની તાર ઓફીસ સહિતની બિલ્ડીંગોમાં ડેન્ગ્યુ મચ્છરોના પોશ મળી આવ્યા હતા. શૈક્ષણીક સંસ્થા, કચેરીમાં પક્ષીકુંજ, ફ્રીજ, પાણી ટાંકી, ભંગાર, વોટરકુલ સહિતના ર૯ સ્થળોએ મચ્છરના પોરા મળ્યા છે તો તાત્કાલીક સફાઇ કરી કાયમી ધોરણે તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આાવ્યાનું કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું.(૬.૨૨)

(3:40 pm IST)