Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

લચપચતા લાડવા ને ઘીની ધારા, ગણપતિ લાગે સૌને પ્યારા

સોરઠીયાવાડી, બોમ્બે હાઉસીંગ સહિતના વિસ્તારોમાં પણ દાદાએ બેઠક જમાવી : ચોમેર ઉત્સવી આનંદ : અવનવી પ્રસાદીનું થતુ વિતરણ

રાજકોટ તા. ૧૫ : વિઘ્નોનો નાશ કરનાર ગણપતિદાદાના ગુણલા ગાવામાં શહેર ઓળઘોળ બન્યુ છે. દરરોજ સવારની આરતી તેમજ સાંજે મહાઆરતીમાં મેળાવી માહોલ જામી રહ્યો છે.

સામે ભાવિકોને અવનવા પ્રસાદનું વિતરણ કરવા પણ આયોજકોમાં હોડ લાગી હોય તેમ ચુરમાના લાડુ, પેંડા, ગુલાબ જાંબુ, મીઠી બુંદી સહીતની વસ્તુઓ પીરસવામાં આવી રહી છે.

સ્થાપન બાદ ત્રીજા દિવસમાં પ્રવેશેલ ગણેશ મહોત્સવમાં ઠેરઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર પણ જામી રહી છે. શહેરભરમાં આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહી પ્રસ્તુત છે.

બોમ્બે હાઉ. સોસાયટી

રૂદ્ર યુવા ગ્રુપ દ્વારા બોમ્બે હાઉસીંગ સોસાયટી મેઇન રોડ ખાતે તા. ૧૩ ની ૨૩ સુધી ગણેશ મહોત્સવનું રૂડુ આયોજન કરાયુ છે. જેમાં તા. ૧૮ ના કથા રાખેલ છે.

નાગર સમાજ સિધ્ધીવિનાયક

 ધામ ખાતે આરતીનો લાભ લેશે

રેસકોર્ષ મેદાનમાં ભાજપ પ્રેરીત સિધ્ધીવિનાયક ધામ ખાતે કાલે રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે હાટકેશજનના ઉપક્રમે સમસ્ત નાગર સમાજ મહાઆરતીનો લાભ લેશ. નાગર સમાજે પરંપરાગત પોષાકમાં મુગટો પહેરીને તેમજ બહેનોએ લાલ-લીલી સાડીમાં ઉપસ્થિત રહેવા દેવાંગભાઇ માંકડ અને રાજીવ વછરાજાનીની યાદીમાં જણાવાયુ છે.

વાણીયાવાડી કા રાજા

૩/૭ વાણીયાવાડી ખાતે વાણીયાવાડી કા રાજાનું સ્થાપન કરાયુ છે. ૧૧ ફુટની દિવ્ય મૂર્તિનું સ્થાપન કરી દરરોજ ગુણલા ગવાઇ રહ્યા છે. સવારે ૭.૪૫ વાગ્યે અને સાંજે ૭.૪૫ વાગ્યે આરતીમાં બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અવનવી આઇટેમોનો પ્રસાદ વિતરીત થઇ રહ્યો છે. બાળકો માટે રમત ગમત તેમજ સત્સંગની જમાવટ જામી રહી છે.

પરસાણાનગરમાં સંૅતવાણી

પરસાણાનગર મેઇન રોડ, કાવેરી કોમ્પલેક્ષ પાસે, શેરી નં. ૧૦ ખાતે આયોજીત ગણેશ મહોત્સવમાં કાલે રવિવારે રાત્રે ૯ વાગ્યે ગજાનંદ યુવા ગ્રુપ દ્વારા સંતવાણી લોકડાયરાનું આયોજન કરાયુ છે. જેમાં ખીમજીભાઇ ભરવાડા અને વિજયા વાઘેલા સંતવાણીની આહલેક જમાવશે. ધીરૂભાઇ ઢાંકેચા, રમેશભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

મેરીગોલ્ડ રેસીડેન્સી

માધાપર ચોકડી ખાતે મેરીગોલ્ડ રેસીડેન્સી ખાતે આડઠકકર પરિવાર દ્વારા ભરતભાઇ આડઠકકરના ઘરે ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. દરરોજ સાંજે ૮.૩૦ વાગ્યે મહાઆરતી, ધુન, ભજન, સુંદરકાંડ પાઠ, છપ્પનભોગ સહીતના આયોજન થઇ રહી છે. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા ભરતભાઇ, જયદીપ આડઠકકર, વિપુલભાઇ, ધીરેનભાઇ, રાજનભાઇ, હીતેનભાઇ, કપીલભાઇ, ડો. વિશ્વ, તારામતીબેન, દક્ષાબેન, રંજનબેન, પારૂલબેન, પ્રીતીબેન, અલ્કાબેન, મંજુબેન કારીયા, મધુબેન ગંડે, ભારતીબેન ઠકકરાર, ચંદ્રીકાબેન કોટક, કૌશલ ગંડે, ભાવીન ગંડે, વિજય કારીયા, જાગીર કારીયા દર્શીત કારીયા વગેરેજ જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:34 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST