Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સફાઇ અભિયાન અંતર્ગત રેલવે મંડળ દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી

રાજકોટઃ સ્વચ્છતા પખવાડીયા અભિયાન નિમિતે રાજકોટ રેલવે મંડળ દ્વારા આજે રેલવે સ્ટેશનના તમામ વિભાગ પાસે  રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. આ પ્રભાત ફેરી રેલ મંડળના ડીઆરએમ પી.બી.નિનાવેના નેતૃત્વ હેઠળ કાઢવામાં આવી હતી. જેમાં એડીઆરએએમ એસ.એસ.યાદવ, વરિષ્ઠ મિકેનીકલ એન્જીનીયર  અંશુમાલી કુમાર તથા અન્ય કર્મચારીઓ અને સરદાર પટેલ વિદ્યામંદિર સ્કુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને રેલવે સ્ટેશનની ડીઆરએમ પી.બી.નિનાવેએ ઓફીસના પ્રાંગણમાં રેલવેના અધિકારીઓને તથા કર્મચારીઓને 'સ્વચ્છતા શપથ' લેવડાવ્યા હતા. આ પખવાડીયાના પ્રથમ દિવસે રેલવેના તમામ વિભાગો આસપાસ સફાઇ કરવામાં આવી હતી અને રાજકોટ રેલવે સ્ટેશન પર લોકોમાં સ્વચ્છતાની જાગૃતતા આવે તે માટે રેલવે કર્મચારીઓ દ્વારા નુક્કડ નાટકનું આયોજન કર્યુ હતું. આ ઉપરાંત રાજકોટ મંડળ હેઠળના જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, દ્વારકા અને ઓખા સહિતના નાના-મોટા સ્ટેશનો ઉપર સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. (૪.૧૦)

 

(3:32 pm IST)