Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સિનર્જી હોસ્પિટલની મુલાકાતે મુખ્યમંત્રી રૂપાણીઃ તબીબોની સેવા નિહાળી પ્રભાવિત

કોર્પોરેટ કંપનીને બદલે નિષ્ણાંત તબીબોના ડાયરેકટર પદવાળી...: પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયાની ખબર-અંતર પૂછયા... અનેક દર્દીઓના પરિવારજનોને મળ્યા

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટના આંગણે કોઈ ઉદ્યોગપતિના નેતૃત્વ નહિ પરંતુ સફળ નિવડેલા સેવાભાવી તબીબોના ડાયરેકટર પદવાળી સિનર્જી મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ છેલ્લા ૬ મહિનાથી માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોક ખાતે કાર્યરત છે. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હોસ્પિટલની મુલાકાત તેમજ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયાની ખબર અંતર પૂછવા ગયા હતા.  મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ડો. દિનેશ ગજેરા, પેટ, આંતરડા, લીવરના રોગના નિષ્ણાંત ડો. રાજન જગડ, ઓર્થોપેડીક સર્જન ડો. નરશીભાઈ વેકરીયા, ડો. પરેશભાઈ પંડયા, હૃદયરોગ નિષ્ણાંત ડો. કિંજલ ભટ્ટ, ડો. નિલેશ માંકડીયા, ડો. શ્રેણીક દોેશી, ડો. વિશાલ પોપટાણી, ડો. સત્યમ ઉધરેજા, ડો. માધવ ઉપાધ્યાય તેમજ ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા અને ડો. મિલાપ મશરૂના ડાયરેકટ પદવાળી સિનર્જી મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં તમામ રોગોની સારવાર થાય છે. ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સિનર્જી હોસ્પિટલે પહોંચતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા, ડો. કિંજલ ભટ્ટ, ડો. નિલેશ માંકડીયા, ડો. શ્રેણીક દોશી, ડો. દિનેશ ગજેરા, ડો. સત્યમ ઉધરેજા સહિતનાએ આવકાર્યા હતા અને હોસ્પિટલમાં અપાતી આધુનિક સુવિધા નિહાળી રાજકોટના આંગણે માત્ર ડોકટરો દ્વારા સંચાલિત હોસ્પિટલની સુવિધા-સારવાર નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. માજી સાંસદ શિવલાલભાઈ વેકરીયાની નાદુરસ્ત તબીયતના ખબર અંતર પૂછયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં ડો. વિજયભાઈ રૂપાણીને આવકારતા ડો. જયેશ ડોબરીયા, ડો. કિંજલ ભટ્ટ, ડો. નિલેશ માકડીયા, ડો. દિનેશ ગજેરા, ડો. શ્રેણીક દોશી સહિતના નજરે પડે છે. સિનર્જી હોસ્પીટલના મુલાકાત સમયે ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડી.કે. સખિયા, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, ચેતન રામાણી, ભીખાભાઈ વસોયા સહિતના નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૩)

(12:20 pm IST)