Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ત્રિકોણ બાગે ગજાનન ભકિત : આજે હાસ્ય દરબાર અને કાલે બાળકોનો ટેલેન્ટ શો

રાજકોટ : ત્રિકોણબાગ દુંદાળા દેવની ભકિતમાં ઓળઘોળ બન્યો છે. ગઇ કાલે 'ત્રિકોણબાગ કા રાજા' નું વાજતે ગાજતે સ્થાપન કરાયુ હતુ. ૧૯ માં વર્ષ આયોજીત આ મહોત્સવના પ્રથમ દિવસે દર્શનાર્થીઓની અભૂતપૂર્વ ઉપસ્થિત રહી હતી. આત્મિય સ્વામીનારાયણ સંકુલના સંતોએ સમુહ આરતીમાં સામેલ થઇને ગણેશ વંદના કરી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આત્મિય કોલેજના નલિનભાઇ ઝવેરીનો પરિવાર, ડી.આર.એમ. પ્રભાકર નિમાવેનો પરિવાર, આન હોન્ડાના ડાયરેકટર આનંદ રાડીયા, જનરલ મેનેજર અમિત મેગન, એરીયા મેનેજર આકાશ સેન, પૃથ્વીસિંહજી જાડેજા, પરીન ટાટા મોટર્સના ઉમેશભાઇ નંદાણી, પરીનભાઇ, દર્શીલભાઇ નંદાણી, રાજીવ ભટનાગર, અભિષેક પાનસુરીયા, એલ.આઇ.સી.ના નિતીનભાઇ વાઘેલા, રસિકભાઇ ગોહેલ, શહેરના ગણમાન્ય શ્રેષ્ઠીઓ, રામભાઇ આહીર, સમીર પટેલ, ગૌતમ પટેલ, વનરાજસિંહ ગોહીલ, જયેશભાઇ જોષી, આજકાલ અખબારના રાજુભાઇ વાડોલીયા, વગેરેએ સમુહ આરતીનો લાભ લીધો હતો. મહોત્સવના પ્રારંભે સ્વામીનારાય સંત સર્વાતિત સ્વામિ અને હરિદાસ સ્વામીજીના હસ્તે 'ત્રિકોણબાગ કા રાજા' ની મોબાઇલ એપ્લીકેશન ખુલ્લી મુકાઇ હતી. જેથી હવે ગુગલ પ્લે સ્ટોરમાંથી સૌ કોઇ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનું લાઇવ પ્રસારણ માણી શકશે. ગઇકાલે પ્રથમ દિવસે અભિનવ બારોટ પ્રસ્તુત ગણેશ વંદના રજુ થઇ હતી. આજે બીજા દિવસે શુક્રવારે હાસ્ય કલાકારો હાસ્યની રંગત જમાવશે. જયારે કાલે શનિવારે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા તેમજ શાળાના બાળકો માટે ડાન્સ એકેડેમીના સહયોગથી ડાન્સ ટેલેન્ટ શો યોજવામાં આવેલ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક જીમ્મી અડવાણીના માર્ગદર્શન હેઠળ ચંદુભાઇ પાટડીયા, નિલેષભાઇ ચૌહાણ, અભિષેક કણસાગરા, જયપાલસિંહ જાડેજા, પ્રભાત બાલાસરા, ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, વિમલ નૈયા, દિનેશગીરી અપારનાથી, અર્જુન બાવળીયા, વિક્રમ બાવળીયા, કુમારપાલ ભટ્ટી, નાગજી બાંભવા, બિપીન મકવાણા, રાજન દેસાણી, જેસલ ઝાલા, ભાવિન અધ્યારૂ, સંજય ટાંક વગેરે એવા આપી રહયા છે. (૧૬.૩)

(4:05 pm IST)