Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રૂ.એકલાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ-છુટકારો

રાજકોટ તા. ૧૪ : રૂ.૧,૦૦,૦૦૦ના ચેક રીર્ટનના કેસના ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી પ્રકાશ દામજીભાઇ ચાવડા રહે. માયાણીનગર કવાર્ટર નં.ર૮૦૪, રાજકોટવાળાએ આરોપી તેજસ નરેન્દ્રભાઇ સાતા રહે દ્વારકાવાળાને મિત્રતાના દાવે કટકે કટકે રૂ.ર,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા. સદર રકમ બે માસમાં ચુકવી આપવા વાસ્તે આરોપીએ ફરીયાદીને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા, રાજકોટ શાખાના ચેક રકમ રૂ.૧,૦૦,૦૦૦ તથા બીજો ચેક રકમ રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ર,૦૦,૦૦૦ ની લેણી રકમના ચેક આપેલ હતા.

સદર ચેકો ફરીયાદીએ સ્વીકારેલ હતા.ત્યાર બાદ આરોપીએ ફરીયાદીને લેણી રકમ પેટે આપેલ રૂ.૧ લાખનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, રાજકોટ શાખાના ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેકમાં વટાવવા અર્થે રજુ કરતા સદર ચેક ફંડ ઇન્સફીસીયન્ટના શેર સાથે પાછો ફરેલ હતો. હતો.

એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો માન્ય રાખી આરોપી તેજસ નરેન્દ્રભાઇ સાતા રહે. દ્વારકાવાળાને સદર ચેક રીર્ટનના ગંભીર ગુન્હાના કામે અદાલતે નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુનામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ સ્પે. નેગો.કોર્ટએ આરોપીની તરફેણમાં ફરમાવેલ હતો.

આ કામના આરોપી તેજસ નરેન્દ્રભાઇ સાતા રહે. દ્વારકાવાળા તરફે ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન જે.સાવલીયા તેમજ અમીત વી.ગડારા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા વીગેરે રોકાયા હતા.

(3:59 pm IST)