Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે એક વર્ષ સુધી ડાયાબીટીસ-થાઇરોઇડના દર્દી માટે હોમિયોપેથી કેમ્પ

ર૩મીએ નિઃશુ૯ક કેમ્પઃ દર્દીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટ તા.૧૪ : આરોગ્ય ભારતી અને ભારત વિકાસ પરિષદ રાજકોટના ઉપક્રમે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં મધુમેહ અર્થાત, ડાયાબીટીશ અને થાઇરોઇડથી પીડિત સમગ્ર સમાજના લાભાર્થે હોમિયોપથીના ડો.એન.જે.મેઘાણી (એમ.ડી.,પી.એચ.ડી.)ના માર્ગદર્શન હેઠળ વિનામુલ્યે સારવાર કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં લાભ લેનાર દરેક વ્યકિતને એક વર્ષ સુધી નિઃશુલ્ક હોમિયોપથી સારવાર આપવામાં આવશે.

કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ ભાવસાર અને પ્રાંત મંત્રી ડો. જયસુખ મકવાણા તેમજ ભારત વિકાસ પરીષદના પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી પ્રફુલભાઇ ગોસ્વામી ઉપસ્થિત રહેશે.

પ્રથમ મેગા કેમ્પ તા.ર૩ને રવિવારે ભારત વિકાસ પરીષદ સંચાલિત રાજકોટ મ્યુ.કોર્પોરેશનના હોલ, આનંદ નગર કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ સુધી રહેશે જેમાં ડો.એન.જે. મેઘાણી સેવા આપશે નામ  નોંધણી માટે આરોગ્ય ભારતીના ડો. જયસુખભાઇ મકવાણા (પ્રાંત મંત્રી) ૯૪ર૮ર ૦૪૦૮૯, ભરતભાઇ કોરાટ (પ્રાંત વનસ્પતિ વિભાગ સંયોજક) ૯૮રપ૬ ર૪૮૮૬, ડો. ભાસ્કર ભટ્ટ (સંયોજક) ૯૩૭૪૧ ૦૭૩૬ર, ભારત વિકાસ પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ પ્રફુલ્લભાઇ ગોસ્વામી ૯૪ર૬ર ૧૬૩પ૭ અને વિનોદભાઇ પટેલ ૯૮રપ૩ ૦૪૪૭૪, ને વોટ્સઅપ કે મેસેજ કરી નોંધાવી દેવા.

કેમ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને વિવિધ સ્થાન પર આરોગ્ય ભારતીના ડો. ભાસ્કરભાઇ ભટ્ટ (રાજકોટ સંયજક) ઉપેન્દ્ર કુસ્વાહ (જામનગર સંયોજક) ડો. જયસુખ અઘેરા (મોરબી સંયોજક) ડો. આલાપ અંતાણી (ભુજ) ડો. ચેતન ડાંગર (ગોંડલ) વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. નામ નોંધણી અને રીપોર્ટ ચકાસણી ૧૭ થી તા. રરને ગુરૂવાર સુધીમાં ડો. જયસુખ મકવાણા, ડિવાઇટ ડેન્ટલ હેલ્થ સેન્ટર ૭/બી.કે.હાઉસ, આમ્રપાલી સિનેમા પાસે, આઝાદ ચોક, રૈયા રોડ રાજકોટ ૦ર૮૧-ર૪પ૮૮૪પ ખાતે રૂબરૂ પણ કરી શકાશે તસ્વીરમાં પ્રફુલભાઇ ગોસ્વામી, વિનોદભાઇ પટેલ, ડો. જયસુખભાઇ મકવાણા, ભરતભાઇ કોરાટ, જેઠસુરભાઇ ગુજરીયા, અશ્વિનભાઇ ગોસાઇ, મહેશભાઇ તોગડીયા, મહેશભાઇ પરમાર, વિઠ્ઠલભાઇ સોજીત્રા, બિપીનભાઇ ગાંધી,અને મોહનભાઇ ભાલારા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૬.૧૯)

(3:40 pm IST)