Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજકોટની શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પૂર્વ પ્રમુખ ઝડપાયો

વિજય સરડવાએ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરી ફોટો - વિડીયો બનાવી બદનામ કરવાની ધમકી આપતો'તો : શિક્ષિકાની સગાઇ તોડવાનો પણ પ્રયાસ કર્યો'તો

 મોરબી, તા.૧૪: રાજકોટની શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરી, ફોટો-વિડીયો બનાવી ધમકી આપી શિક્ષિકાની સગાઇ થઇ ગઈ હોય જે ભાંગવાના પ્રયાસો કર્યા

મોરબીમાં શિક્ષક સંદ્યના પ્રમુખ રહી ચુકેલા ભૂતપૂર્વ શિક્ષકે મહિલા શિક્ષિકા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેના ફોટો વિડીયો બનાવી સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

રાજકોટના રહેવાસી અને વાંકાનેર તાલુકામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ મોરબી જીલ્લા શિક્ષક સંદ્યના પ્રમુખ તરીકે હોદો ધરાવતા વિજયભાઈ સરડવા સાથે ઓળખ થઇ હતી જેને મિત્રતા કેળવી બાદમાં રાજકોટના ફ્લેટમાં લઇ જઈને તેને લલચાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને તેના લગ્ન થઇ ચુકયા હોવા છતાં પત્નીને છુટાછેડા આપવાનું જણાવીને અનેક વખત શરીર સંબંધ બાંધી ફોટો અને વિડીયો બનાવી તેમજ મિત્રતા દરમિયાનના મેસેજ અને પત્રો રાખ્યા હતા જે સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હતી તેમજ શિક્ષિકાની સગાઇ થઇ હોય જેના ભાવી પતિને ફોન કરીને સગાઇ તોડવાના પ્રયત્નો કર્યા હોવાનું જણાવ્યું છે પોલીસે દુષ્કર્મ તેમજ ધમકીઓ આપવા ઉપરાંત આઈટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પૂછતાછ હાથ ધરી છે. પકડાયેલ વિજયને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

આ બનાવ અંગે સભ્ય સમાજમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે.(૨૩.૭)

(12:07 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST