Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મિતાણા પાસે વાહનની ઠોકરે એમપીના ગણપતું મોતઃ એકને ઇજા

રાજકોટ : મિતાણા અને છતર વચ્‍ચે વાહન અસ્‍કમાતમાં બે યુવાનને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એમપીના એક યુવાનનું મોત નિપજ્‍યું હતું. જાણવા મળ્‍યા મુજબ ટંકારાના છતર ખાતે આવેલી હોટલમાં નોકરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો ગણપત ડુંગરસિંગ જમરા (ઉ.૩૫) અન્‍ય એક અજાણ્‍યા યુવાન સાથે વાહન પર જતો હતો ત્‍યારે છતર મિતાણા નજીક વિશાલ હોટલ પાસે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં બંનેને ખસેડાયા હતાં. પરંતુ અહિ ગણપતનું મોત નિપજ્‍યું હતું.

(12:15 pm IST)