Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

કોંગ્રેસ દ્વારા સોમવારે વિશાળ ત્રિરંગા યાત્રા

કોંગ્રેસ કાર્યાલયેથી શરૂ , સ્‍વામિનારાયણ ચોક ખાતે સમાપનઃ સ્‍વાતંત્ર સેનાની સન્‍માનઃ રામકીશન આહુજા સહિત આગેવાનો જોડાશેઃ ડો.વસાવડા

રાજકોટઃ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, શ્રી હિતેશ વોરા અને શ્રીગોપાલ અનડકટ એક સંયુકત યાદીમાં જણાવ્‍યુ છે કે આઝાદીની ૭૫મી જયંતીને ઉજવવાના ભાગરૂપ તા.૧૫ ઓગષ્‍ટ સ્‍વતંત્રતા દીવસે એક વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ યાત્રા સવારે ૯ વાગે શહેર કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થશે. અને શહેરના રાજમાર્ગ પર ફરી સ્‍વામીનારાયણ ચોક ખાતે પૂરી થશે. આ યાત્રામાં વિશાળ સંખ્‍યામાં યુવાનો સ્‍કુટર સાથે જોડાશે. યાત્રાના પ્રમુર્ખસ્‍થાને શ્રીરામકીશન ઓઝા સૌરાષ્‍ટ્રઝોનના પ્રભારી રહેશે. આ યાત્રાનું આયોજન શ્રીઅમીત કરાંડે વિધાનસભા ૭૦ના એ.આઇ.સી.સી.ના માર્ગદર્શન નીચે કરવામાં આવી રહ્યુ છે.
યાત્રા શરૂ કરતાં પહેલાં આઝાદીનો લડાઇનો ભાગ લેનાર સ્‍વતંત્રતા સેનાની પરિવારનું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવશે. આ ત્રિરંગા યાત્રામાં સામેલ થવા જાહેર જનતાને અખીલ ભારતીયᅠકોંગ્રેસ સમીતીના ધારાસભાના ૭૦ના પ્રભારી અને મુંબઇ હાઇકોર્ટના વકીલ શ્રીઅમીત કરાંડે દ્વારા આમંત્રણ અપાયુ છે.
આ યાત્રાને સફળ કરવામાં વોર્ડનં ૧૪ના પ્રમુખ શ્રીબીજલ ચાવડીયા વોર્ડ નં.૧૩ના પ્રમુખ શ્રીવિજયસિંહ જાડેજા વોર્ડ નં ૧૭ના પ્રમુખ શ્રીશૈલેષ રૂપાપરા કાર્યકારી પ્રમુખ પ્રહલાદસિંહ ઝાલા, વોર્ડ નં ૧૮ના પ્રમુખ શ્રીદીપક ધવા વોર્ડનં.૮ના પ્રમુખ શ્રીપાર્થ બગડા પૂર્વ કોર્પોરેટર શ્રીપ્રભાતભાઇ ડાંગર શ્રી ઘનશ્‍યામસિંહ જાડેજા શ્રીનિલેશ મારૂ શ્રીજેન્‍તીભાઇ બુટાણી, શ્રીમતી જયાબેન ટાંક, ઉપરાંત શ્રી ડો.જીજ્ઞેશ જોશી કેતન ઝરીયા, રણજીત મુંધવા, શ્રીમતી શ્વેતા જીજ્ઞેશ વાગડીયા, શ્રી મયુરસિંહ પરમાર શ્રીમતી અલ્‍કાબેન અમીતભાઇ રવાણી, પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રીશ્રી પ્રવિણ મૈયક શ્રી હસુભાઇ ગોસ્‍વામી, પ્રદેશ મહીધા મહામંત્રી શ્રીમતી પ્રતિમા વ્‍યાસ મંત્રી શ્રીમતી મનીષાબા વાળા, શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તી સોલંકી, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી શ્રીઆદીત્‍યસિંહ ગોહિલ, ફરિયાદ સેલના પ્રદેશ મહામંત્ર શ્રી આશીષસિંહ વાઢેર, ફરિયાદ સેલ રાજકોટના શ્રી ઘનશ્‍યામ મકવાણા, શહેર કોંગ્રેસના શ્રીસંજય લાખાણી, શ્રીકૃષ્‍ણદત્ત રાવલ, શ્રીદીપેન ભગદેવ, શ્રી સાગર દાફડા માઇનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજા, યુસુફ સોપારીવાલા શ્રીહલીલભાઇ કાળા શ્રીગોવિંદ વધેરા શ્રીહિમતભાઇ મયાત્રા, શ્રીઅશોકભાઇ વાળા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
આઝાદીના ૭૫ વર્ષની જયંતીની ઉજવણીમાં ભાગ લેવા ડો.વસાવડા, હીતેષ વોરા અને ગોપાલ અનડકટે સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ, બીલ્‍ડર્સ એશોશીયેશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, વિવિધ વેપારી સંગઠનો સામાજીક ટ્રસ્‍ટ, એન્‍જીનીયરીંગ એશોશીએશન, ઇન્‍ડિયન મેડીકલ એશોશીએશન, રાજકોટ બાર એશોશીએશન જુદા જુદા કર્મચારી મહામંડળોનો જાહેર આમંત્રણ આપ્‍યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 

(4:04 pm IST)