Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગોંડલ સબ જેલનો કોરોના સંક્રમિત કેદી રાજકોટમાં કવોરન્ટાઇન સેન્ટરમાંથી કૂદીને ભાગવા જતાં મોત

અગાઉ ૦૩-૦૮ના કોવિડ સેન્ટરમાંથી પણ ભાગ્યો હતોઃ ત્યાર ત્રણ દિવસ પછી પકડી લઇ ફરીથી સારવાર માટે દાખલ કરાયો હતો

રાજકોટ : ગોંડલ સબ જેલમાંથી કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી હરિગીરી ગોસ્વામી  (ઉ.વ.૫૧) ગત તા. ૦૩-૦૮ના આજે વહેલી સવારે કોવિડ સેન્ટરમાંથી ભાગી જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ૩૧મીએ ગોડલ સબ જેલમાંથી આ કેદીને કોરોનાની શંકા સાથે રાજકોટ ખસેડાયો હતો. અહિ રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલો હતો. ચોથા માળે તે સારવારમાં હોઇ ત્યાંથી વહેલી સવારે છનનન થઇ ગયો હતો. આ પછી તેને પકડીને ફરીથી કોવિડ-૧૯માં દાખલ કરાયો હતો. ત્યાંથી સાજો થયા બાદ આનંદગીરીને રજા અપાતાં કવોરન્ટાઇન હઠળ રેન બસેરામાં રાખવામાં આવ્યો હતો. અહિથી આજે વહેલી સવારે ફરીથી  બારી તોડી ચાદરોનું દોરડુ બનાવી બીજા માળેથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉપરથી પટકાતાં ગંભીર ઇજા થતાં ભાગી શકયો નહોતો. તેને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
 

(11:57 am IST)