Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

રાજકોટના ન્યારી-1ના દરવાજા ખોલાયા :પાણીની આવકથી ડેમ છલકાવાની તૈયારી

આસપાસના અનેક ગામોને એલર્ટ કરાયા :નદી પટમાં અવરજવર નહિ કરવા સૂચના

રાજકોટ ન્યારી-1 ડેમ ઓવરફ્લો થવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાજડી-વિરડા, વેજાગામ, ગઠવાડી વાજડી, વડવાડી વાજડી, હરિપર ખુભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર, સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

   દરમિયાન ન્યારી-1ના દરવાજા ખોલાયા હતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે આ પહેલા સાંજે જળાશયની કુલ સપાટી 104.5 છે જ્યારે હાલમાં જળ સપાટી 103.75 મીટરે પહોંચી છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ 18 કલાક માટે ખોલવામાં આવ્યો હતો. નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટે લોકોને સૂચના અપાઇ છે.

 
(10:41 pm IST)