Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

રાજકોટમાં દોઢ કલાકમાં 1 ઇંચ વરસાદ ;પશ્ચિમના વિસ્તારોમાં 2 ઇંચ પાણી પડ્યું :રાત્રે વરસાદ થંભ્યો

રાજકોટ : રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું બાદમાં ફરીવાર સંજેર છ વાગ્યા અસપર્સ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી શહેરમાં દોઢ કલાકમાં 1 ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો જોકે પશ્ચિમન વિસ્તારોમાં બે ઇંચ પાણી પડ્યું હતું

   દિવસભર વાદળછાયા વાતાવરણ બપોરબાદ મેઘરાજા ધોધમાર વરસ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ 2 ઇંચ જ્યારે પૂર્વ અને સેન્ટ્રલ રાજકોટમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તામાં પાણીઓ વહયા હતા જોકે રાત્રે વરસાદે વિરામ લીધો છે

(10:37 pm IST)