Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સાબરમતી જેલમાં બહેનોએ બાંધી રાખડી, તો રાજકોટમાં મહિલા પોલીસકર્મીઓ રસ્તાઓ પર નિયમભંગ કરતા વાહન ચાલકોને રાખડી બાંધીને અનોખી રીતે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો

રાજકોટ : રક્ષાબંધનના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાંથી ખુશીના અશ્રુ છલકી પડતા હતા.

જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોમા આખો માં ખુશી છલકાઈ રહી હતી. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના 1900 અને પાકા કામના 900 કેદી મળીને 2800 જેટલા કેદી છે. જેના કારણે જેલ સત્તાધીશોએ રક્ષાબંધનના તહેવારે બહેનોને અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરી લીધી હતી. બહેનોનો વધારો ઘસારો હોવાના કારણે જેલ સત્તાધીશોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો.

રાજકોટ શહેર પોલીસ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાફિક બ્રિગેડની બહેનો દ્વારા આજે વાહનચાલકો જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તેવોને રાખડી બાંધી હતી. મહિલા પોલીસકર્મીઓએ રાખડી બાંધીને હેલ્મેટ પહેરીને નીકળવાની વચન માગ્યું હતું.

(3:29 pm IST)