Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવવા જેતુપર જવા નીકળેલા એડવોકેટ હિતેન્દ્ર ગોસાઇ પર હુમલો

ગોંડલ રોડ ચોકડીએ બનાવઃ રિવર્સમાં આવેલી કાર અડી જતાં ધ્યાન રાખવાનું કહેતાં માથાકુટ

રાજકોટઃ માધાપર ચોકડી પાસે નાગેશ્વરમાં રહેતાં એડવોકેટ હિતેન્દ્રભાઇ કિશોરભાઇ ગોસાઇ (ઉ.૩૯)ને જેતપુર રહેતાં બહેન પાસે રાખડી બંધાવવા જવું હોઇ ગોંડલ રોડ ચોકડીએ વાહનની રાહ જોઇને ઉભા હતાં ત્યારે જીજે૦૩જેસી-૭૦૬૭ નંબરની ઇનોવા કાર અચાનક રિવર્સમાં આવતાં હિતેન્દ્રભાઇના હાથમાં ભટકાતાં તેમણે ચાલકને જરા ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં ચાલક અને સાથેનો શખ્સ ઉશ્કેરાઇ ગયા હતાં અને નીચે ઉતરી ગાળાગાળી શરૃ કરી હતી. એ પછી બંનેએ ધોલધપાટ કરી હતી અને એક શખ્સે માથામાં કોઇ હથીયાર ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(12:25 pm IST)