Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વાંકવડમાંથી દારૂની ડઝન બોટલ કબ્જે રાવત મકવાણાની શોધખોળ

રાજકોટ : કુવાડવાના વાંકવડ ગામમાંથી રાવત ભીમજીભાઇ મકવાણા પોલીસને જોઇ રૂ. ૪૮૦૦નો ૧૨ બોટલ દારૂ અને બાઇક નં. જીજે૦૩જેએ-૩૩૦૮ મુકી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી તેની શોધખોળ હાથ ધરી છે.

પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, સહિતે દરોડો પાડ્યો હતો.

કિશોર ગોહેલ દારૂની ૧ બોટલ સાથે પકડાયો

કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ તથા કોન્સ. રાજેશભાઇએ કુવાડવા ગામમાંથી કિશોર કાનજીભાઇ ગોહેલ (ઉ.૨૩)ને રૂ. ૩૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

ભગીરથસિંહ અને નરેશ છરી સાથે પકડાયા

થોરાળાના કોન્સ. આશિષ દવેએ ભાવનગર રોડ શોૈચાલય સામેથી ભગીરથસિંહ સજુભા ઝાલા (ઉ.૨૮-રહે. જયનગર-૧ કોઠારીયા રોડ)ને છરી સાથે પકડી લીધો હતો. જ્યારે ભકિતનગરના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાએ અટીકા  ફાટક પાસેથી નરેશ તેજસીંગ ઠાકુર (ઉ.૪૮)ને છરી સાથે પકડી લીધો હતો.

દારૂ પી બાઇક હંકારતા કુવાડવાના અરવિંદ અને રામ પકડાયા

કુવાડવામાં રહેતો અરવિંદ રવજીભાઇ ગોહેલ (ઉ.૨૫) દારૂ પી માલિયાસણ ગામ પાસેથી બાઇક હંકારીને નીકળતાં હેડકોન્સ. એચ. એચ. પરમાર, અજીતભાઇ લોખીલ સહિતે પકડી લીધો હતો. આ ઉપરાંત કુવાડવા પોલીસ સ્ટેશન સામેથી કુવાડવાના રામ ભવાનભાઇ ચોૈહાણને પણ દારૂ પી બાઇક હંકારીને નીકળતાં હેડકોન્સ. બુટાભાઇ, હરેશભાઇ સહિતે પકડ્યો હતો.

(11:56 am IST)
  • પાટણમાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી : શહેરમાં બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો : ઠેર - ઠેર રસ્તાઓમાં પાણી ભરાયા access_time 6:47 pm IST

  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર ડોળીયા બાઉન્ડરીથી સાયલા અને લીબડી તરફ બેફામ જોરદાર વરસાદ ચાલુ :સાંજે 4-30 વાગ્યે હાઇવે પર અનરાધાર વરસાદ access_time 5:09 pm IST

  • હિંમતનગરમાં ધોધમાર વર્ષા : હિંમતનગરમાં ગુરૂવારે ભારે વરસાદ વરસતા નિચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા access_time 6:47 pm IST