Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

એસીપી ક્રાઇમ ટીમે વાહનચોરીનો ભેદ ઉકેલી બે શખ્સને પકડ્યા

દારૂની ૭ બોટલો જંકશનનો સુરેશ ભંભાણી પકડાયો

રાજકોટ : એસીપી ક્રાઇમની ટીમના પીએસઆઇ એમ.એસ. અંસારીની બાતમી પરથી રૂખડીયાપરા સ્મશાન પાછળ રહેતાં રવિ વિનોદભાઇ કબીરા (ઉ.૨૦) તથા પરસાણાનગર-૭ના પ્રજ્ઞેશ અનિલભાઇ જેઠવા (ઉ.૨૨)ને ચોરાઉ વાહન સાથે ઝડપી લેવાયા હતાં. એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ કામગીરીમાં સાથે જગદીશભાઇ કિહોર, ચંદ્રસિંહ જાડેજા, ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા સહિતના પણ જોડાયા હતાં.

જ્યારે આ ટીમના જ કોન્સ. વિજેન્દ્રસિંહ એ. ઝાલાએ મળેલી બાતમી પરથી હંસરાજનગર-૫ જંકશન પ્લોટમાં રહેતાં સુરેશ કિશનચંદ ભંભાણી (ઉ.૪૬)ને યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાંથી એકટીવા જીજે૩એચડી-૩૯૮૦માં દારૂની ૭ બોટલો સાથે પકડી લેવાયો હતો. ૯૯૦૦નો દારૂ અને ૨૫ હજારનું વાહન કબ્જે કરાયું હતું. પીએસઆઇ અંસારી વધુ તપાસ ચલાવે છે.

(11:55 am IST)