Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મેટોડા જીઆઈડીસીમાં એટીએમને તોડવા ઘુસેલા શખ્શને પોલીસે રંગેહાથ ઝડપી લીધો :સાધનો કબ્જે

એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું;કંટ્રોલને જાણ કરતા પોલીસ દોડી

રાજકોટ નજીક લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં એટીએમમાં ચોરી કરવા ઘુસેલા શખ્સને પોલીસે દબોચી લીધો હતો.અને એટીએમ તોડવાના સાધનો પોલીસ કબ્જે કર્યા હતા

 આ અંગે મળતી વિગત મુજબ લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમ મશીન રૂમમાં કોઈ શખ્સ ઘુસી શટર બંધ કરી એટીએમ તોડતો હોવાની એટીએમનું સીસીટીવી મોનીટરીંગ કરતી એસ.બી.આઇ.ની હૈદરાબાદ શાખાને જાણ થઇ હતી અને ગણતરીની મિનિટમાં ચોર રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
  આ શખ્શ એ ટી એમ સેન્ટરમાં આવતા અને એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું હતું. જે અંગે રાજકોટ રૂરલ પોલીસ કંટ્રોલ રૂમનો જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી હતી અને એટીએમ મશીન તોડતા મૂળ રાજસ્થાની અને હાલ રાજકોટમાં રહેતા ધનંજય ઉર્ફે મહેશ નિરંજન ઉર્ફે રવજી હીરાલાલ શર્માને ઝડપી લીધો હતો. પોલીસે શખ્સ પાસેથી ગ્રાન્ડ પકડી, ડીસમીસ, ઈલેક્ટ્રીક વાયર કટર અને ગ્રાઇન્ડર 10 ચક્રી સહિતના હથિયારો કબજે કર્યા હતા.

.

(7:49 pm IST)