Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

તહેવારોમાં ભેળસેળ અટકાવવા ફુડ વિભાગે ખાદ્યચીજોના ૧૫ નમૂના લેવાયા

રાજકોટઃ. જન્માષ્ટમી-રક્ષાબંધનના તહેવારોમાં ચોકલેટ, ફરસાણ, મીઠાઈઓમાં ભેળસેળ અટકાવવા આજે મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા વિવિધ વેપારીઓને ત્યાંથી ૧૫ ખાદ્યચીજોના નમૂનાઓ લેવાયા હતા જે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે, ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે શ્રાવણ માસને અનુલક્ષીને ખાદ્યચીજોના નમૂના ફુડ સેફટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે. જેમાં તિલદા પ્રિમીયમ બાસમતિ રાઈસ (૫ કિલો પેકડ) - બિગબજારમાંથી, નેસ્લે કિટકેટ (પેકડ), કિન્ડર જોય (પેકડ) વગેરે એવન્યુ સુપર માર્ટમાંથી અમુલ ડાર્ક ચોકલેટ ૧૫૦ ગ્રામ (પેકડ) - સ્વીટ સેન્ટર, જવાહર રોડમાંથી, નેસ્લે મિલ્કી બાર ચોકલેટ (પેડક) - સ્વીટ સેન્ટર, જવાહર રોડમાંથી, ડયુકસ ટફલ કેરેમલ ફીલ્ડ ઈન ચોકો (પેકડ) - આકાશ એન્ટરપ્રાઈઝ, નહેરૂનગર શેરી નં. ૩, રૈયા રોડમાં, દેશી ઘી (લુઝ) - મહેશ વિજય ડેરી ફાર્મ, કેવડાવાડી રોડ કોર્નરમાંથી, શિંગદાણા (લુઝ) - મારૂતિ શોપિંગ - યુનિ. રોડમાંથી, કૃતિકા દેશી ગોળ - સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. ૫માંથી, માવાના પેંડા (લુઝ) - ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર ચોક રૈયા રોડમાંથી, મીક્ષ દૂધ (લુઝ) વગેરે તેમજ ભગવતી સ્વીટ અને નમકીન રૈયા રોડમાંથી બ્રેડના ૯ પેકેટ ડેટ વગરની દાઝીયુ-૩ કિલો, બાલાજી ફરસાણ માર્ટ-હનુમાન મઢી ચોકમાંથી ૧૧ કિલો દાઝીયુ તેલ, હરભોલે ડેરી - હનુમાન મઢી ચોકમાંથી દાઝીયુ તેલ ૪ કિલો, મકાઈ લોટ ૨ કિલો તથા ભગવતી ફરસાણ - યુનિ. રોડ ઈન્દીરા સર્કલમાંથી કલર ડબ્બા વગેરે નમૂના લેવાયેલ અને જોકર પેટીસ, લીમડા ચોકને નોટીસ અપાયેલ છે.

(3:42 pm IST)