Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

નરાધમ- લંપટ ધવલ ત્રિવેદીએ ફરી લખણ ઝળકાવ્યા :પેરોલ ઉપર છૂટી વધુ એક યુવતીને મોહજાળમાં ફસાવી:ચોટીલામાં યુવતીનું અપહરણ કર્યું

ધવલ ત્રિવેદી અને ગુમ થયેલી યુવતીનું મોબાઈલ લોકેશન બહાર આવ્યાની ચર્ચા

રાજકોટના પડધરીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે બે સગીરાઓને ઉઠાવી જઈને તેને લાંબા સમય સુધી ગોંધી રાખીને દુષ્કર્મ ગુજારનાર અને 20 વર્ષની સજા પામનાર ધવલ ત્રિવેદીએ વધુ એક યુવતી ને શિકાર બનાવી છે ચોટીલાની એક કોલેજમાં ભણતી યુવતીને પોતાની મોહજાળમાં ફસાવીને તેનું અપહરણ કાર્યની વિગત સામે આવી છે

   યુવતીના પિતાએ પોતાની પુત્રી ના ગુમ થયાની અને તેનું અપહરણ ધવલ ત્રિવેદી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.પડધરી માં સગીરાઓનું અપહરણ કરીને જેલની સજા ભોગવનાર ધવલ ત્રિવેદીએ પેરોલ ઉપર છૂટીને લખાણ ઝળકાવ્યા છે

  યુવતીઓને ફસાવવા માટે  ચોટીલામાં ખાનગી કલાસીસ શરૂ કરીને યુવતીઓને ટ્યુશન શરૂ કર્યું હતું અને તેને એક યુવતી ને શિકાર પણ બનાવી છે પડધરીની ઘટનામાં પોલીસના સકંજામાં આવ્યા બાદ તેને 10 યુવતીઓને શિકાર બનાવવા નો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું આજ સુધી 7 યુવતીઓને શિકાર બનાવી ચૂકેલા ધવલ ત્રિવેદી એ પેરોલ ઉપર છૂટીને વધુ એક યુવતીને શિકાર બનાવ્યાનુ તેના પરિજનોએ જણાવ્યું છે. હાલ આરોપી ધવલ ત્રિવેદી ગુમ છે અને તેની સાથે ગુમ થયેલી યુવતીનું મોબાઈલ લોકેશન પણ સામે આવ્યાનું ખુલ્યું છે

 

(10:59 pm IST)