Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કના વિશાલ કોળીનું પ્રેમસંબંધની શંકાએ અપહરણઃ પોલીસે માળીયા મિંયાણા પાસેથી મુકત કરાવ્યોઃ સાહિલ વણકર અને તેના મામા સકંજામાં

થોરાળાની વણકર યુવતિ ગાયબ હોઇ તેની સાથે વિશાલને પ્રેમસંબંધ હોવાની શંકાથી તેણીના ભાઇ સહિતનાએ ઘરે આવી હુમલો કર્યો ને કારમાં ઉઠાવી ગયાઃ વચ્ચે પડેલા પિતા અશ્વિનભાઇ પણ ઘવાયા

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શ્યામ પાર્ક-૪માં રહેતાં અને કોલેજમાં અભ્યાસ કરતાં વિશાલ અશ્વિનભાઇ માયાણી (ઉ.૨૦) નામના કોળી યુવાનને મંગળવારે સાંજે થોરાળાના સાહિલ સાગઠીયા, તેના મામા હસમુખભાઇ, અબ્દુલ, દર્શન કુંભાર સહિતનાએ તેના ઘરેથી કારમાં ઉઠાવી જઇ કુવાડવા, માટેલ, મોરબી સહિતના રસ્તા પર ફેરવી ચાલુ કારે બેફામ માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. સાહિલ સહિતના કાર લઇને ઘરે આવ્યા અને વિશાલને મારકુટ કરી ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં તેના પિતા અશ્વિનભાઇ માયાણી વચ્ચે પડતાં તેને પણ બટકુ ભરી લઇ તેમજ ધોકા-પાઇપથી માર મારવામાં આવતાં તે પણ દાખલ થયા છે.

વિશાલના કહેવા મુજબ સાહિલની બહેન ધારા સાથે પોતાને અગાઉ પરિચય હતો. હાલમાં ધારા ગુમ થઇ ગઇ છે. તેણીને પોતે કયાંક છુપાવી રાખ્યાની શંકા પરથી પોતાને ઉઠાવી જઇ અપહરણ કરાયું હતું. આજીડેમ પોલીસે મોબાઇલ ટ્રેસ કરતાં લોકેશન મળ્યું હતું અને માળીયા મિંયાણા પાસેથી મુકત કરાવાયો હતો. બે આરોપીની પુછતાછ થઇ રહી છે.

(1:03 pm IST)