Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાજકોટના વેપારી નૈમિષ પટેલ સાથે મુંબઇની રોયલ ટ્રેડિંગના સુમેરસિંહ સહિતની ખરીદીના નામે ૧.૪૦ લાખની ઠગાઇઃ યુનિવર્સિટી પોલીસે તપાસ આરંભી

કાલાવડ રોડ કેન્દ્રીય વિદ્યાલય પાછળ શાકુંતલ એપાર્ટમેન્ટમાં રહેતાં પટેલ વેપારી યુવાન નૈમિષ રતિભાઇ ડઢાણીયા (ઉ.૨૯) સાથે મુંબઇના રોયલ ટ્રેડિંગ એન્ડ કંપનીના સંચાલક સુમેરસિંહ મગસિંહ ચોૈહાણ તથા  તેની સાથેના શખ્સોએ રૂ. ૧,૪૦,૫૩૮ની ઠગાઇ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. નૈમિષ પટેલનો ફોનથી સંપર્ક કરી વિશ્વાસમાં લઇ નાની-મોટી સાઇઝના ડોર કલોઝર મંગાવી બાદમાં પૈસા ન મોકલી ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો છે.  પીએસઆઇ એન. બી. ડોડીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)