Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વોર્ડ નં.૦૭માં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની ભવ્ય ઉજવણી કરાઈઃ ત્રિરંગો લહેરાવતા મેયર શ્રી બિનાબેન આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.૭માં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ડૉ. હોમી દસ્તુર માર્ગ, રાજકોટ ખાતે તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૮ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં માન.મેયરશ્રી બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

        આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુક્લ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન પ્રીતીબેન પનારા, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, હાઉસીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, બાગ બગીચા સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, પ્લાનિંગ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટરશ્રી દુર્ગાબા જાડેજા, હિરલબેન મહેતા, દેવુબેન જાદવ, મીનાબેન પારેખ, વર્ષાબેન રાણપરા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, જે. ડી. ડાંગર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય મુકેશ મહેતા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ, ડે. મ્યુનિસિપલ કમિશનર ચેતન ગણાત્રા, સી. કે. નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી એચ. પી. રૂપારેલીઆ, ચીફ ઓડીટર કે. એલ. ઠાકોર, ચીફ વિજીલન્સ ઓફિસર આર. બી. ઝાલા, ડે. સેક્રેટરી કે. એચ. હિંડોચા, ડે. સેક્રેટરી સી. એન. રાણપરા, ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા, સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, એડી. સિટી એન્જીનીયર એમ. આર. કામલીયા, ગાર્ડન ડાયરેકટર ડૉ. હાપલીયા, આસી. કમિશનર હર્ષદ પટેલ, આર. એન. ચુડાસમા, એચ. કે. કગથરા, એસ. જે. ધડુક, જસ્મીન રાઠોડ, ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, હેલ્ધ ઓફિસર ડૉ.ચુનારા, ડૉ. વિસાણી, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી. મેનેજર અમિત ચોલેરા, બી. બી. જાડેજા, લખતરીયા, ભૂમિ પરમાર, ઘોણીયા, કાથરોટીયા, વિવેક મહેતા, ઉનાવા તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ, વિગેરે સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

      આ પ્રસંગે માન. મેયર બિનાબેન આચાર્યએ શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે વોર્ડ નં. ૦૭માં યોજાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર હરિફાઈમાં અનુક્રમે ૧ થી ૩ નંબરે વિજેતા બનેલા શંકરભાઈ પ્રેમજીભાઈ પરમાર, હરેશભાઈ ભણાભાઈ ઘાવરી અને જયાબેન અશોકભાઈ પરમાર વિગેરેનું મેયરશ્રી તથા પદાધિકારીઓના વરદ હસ્તે સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી, સન્માન કરવામાં આવેલ. તેજ રીતે ૦ થી ૩ વર્ષના બાળ તંદુરસ્તી હરીફાઈના વિજેતા બાળકો પ્રથમ ક્રમે કયાન સોલંકી, દ્વિતીય ક્રમે ક્રિષ્ના જરીયા, તૃતીય ક્રમે નવાજ સોરા, ચોથા ક્રમે હેત સોલંકી, પાંચમાં ક્રમે અલ્ફીઝાફતેમાં કાદરી તથા ૩ થી ૫ વર્ષના બાળકોમાં પ્રથમ ક્રમે પળ જરીયા, બીજા ક્રમે તન્વીર સોલંકી, ત્રીજા ક્રમે તસ્લીમ જુણેજા, ચોથા ક્રમે આરવ વાઘેલા, પાંચમાં ક્રમે અલ્વીના કુરેશી વિગેરેને મેયરશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસકપક્ષ નેતા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, ડે. કમિશનરશ્રી વિગેરેના વરદ હસ્તે નાની સાયકલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.

      સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આ વિસ્તારની શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીત “કંધો સે કંધે મિલાકર”, “સુનો ગૌર સે દુનિયા વાલો”, આરંભ હે પ્રચંડ હે”, “ફ્યુઝન”  પર વિવિધ નૃત્ય કૃતિ રજુ કરી, ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરેલ. દેશભક્તિની કૃતિ રજુ કરનાર તમામ શાળાઓના કૃતિ રજુ કરનાર બાળકોને મેયરશ્રી તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવેલ તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરેલ.

      આ અવસરે મહાનુભાવોના હસ્તે રંગબેરંગી ફુગ્ગાઓ ગગનમાં છોડવામાં આવેલ હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ગુલાબનું ફૂલ શુભેચ્છા રૂપે ભેટ આપવામાં આવેલ. તેમજ સ્કુલના સૌ બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ.

મેયર બિનાબેન આચાર્યનો સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ પ્રસંગે નગરજનોને શુભેચ્છા સંદેશ.

આજે દેશના ૭૨માં રાષ્ટ્રીય પર્વના શુભ અવસરે સૌ નગરજનોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.

        આપણા દેશને ગુલામીમાંથી આઝાદ કરવા સમગ્ર દેશના ખૂણે ખૂણે અનેક વિરલાઓ હતા; જેમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુ ઉપરાંત અન્ય વીર પુરૂષો જેમ કે, શહીદ વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે વિગેરે જેવા અનેક વીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રભક્તિની અનન્ય મિશાલ સ્થાપી હતી. દેશને આઝાદી અપાવવા સ્વાતંત્ર્ય સૈનિકો ગોળીથી વિંધાતા ત્યારે પણ વંદેમાતરમ્.....ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવતા હતાં. આ અવસરે તેઓને કેમ ભૂલી શકાય દેશને આઝાદી અપાવનાર તમામ વીર સપૂતોને કોટી કોટી વંદન કરૂ છું.

        આઝાદીના અવસરે મને એ કહેતા આંનદ થાય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભૂતપૂર્વ પરિવર્તન લાવવાની દિશામાં જે કાર્યો હાથ ધર્યા હતાં. તેને ગુજરતના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી અન્ય કેટલાય વિકાસલક્ષી પ્રોજેકટ હાથ ધર્યા છે.

જેમ કે, હું આજે મહિલા મેયર તરીકે ગૌરવ અનુભવું છું કે, ૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ “૧૮૧ મહિલા હેલ્પલાઈન”ની સેવાને અદ્યતન અને મજબુત બનાવવા “૧૮૧ અભયમ મોબાઈલ એપ્લીકેશન” લોન્ચ કરી રાજ્યની બહેનોને રાષ્ટ્રીય પર્વ અને રક્ષાબંધનની ભેટ રૂપે જબરદસ્ત રક્ષાકવચ પુરૂ પડેલ છે. તે બદલ રાજકોટની બહેનોવતીમાન.મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાએ પણ એક માસ પહેલા નિર્માણ પામેલ મહિલા સ્નાનાગરને જીજાબાઈ મહિલા સ્નાનાગાર નામ નામકરણ કરી મહિલાઓને ગૌરવ અપાવેલ છે.

        દેશની આઝાદી માટે શહીદ થયેલ છે જેમનું ખુબ મોટું યોગદાન છે તેઓની કાયમી સ્મૃતિ જળવાય અને યુવા પેઢીને પ્રેરણા મળે અને જેના નામ માત્રથી ઉર્જાનો સંચાર થાય તેવા શુભ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસ યોજનાને પણ વીર ભગતસિંહ, ઝાંસીની રાણી, વીર સાવરકર, મહારાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, છત્રપતિ શિવાજી ડૉ.હેડગેવાર, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ નામકરણ કરેલ છે. તાજેતરમાંજ એક માસ પહેલા કરવામાં આવેલ આવાસના લોકાર્પણમાં ટાઉનશીપને ભક્ત કવિ નરસિંહ મહેતા, ઉધમસિંહ, વીર નર્મદ, કવિ કલાપી, ટાઉનશીપ નામકરણ કરેલ છે.

        ગુજરાતથી શરૂ થયેલ વિકાસની અવિરત ગતિ આજે રાષ્ટ્રીય મંત્ર બની ગયેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છેવાડાના માનવી સુધી સુવિધા મળે તે દિશામાં કામગીરી રહી છે. પ્રાથમિક સુવિધાની સાથે અનેક વિકાસના પ્રોજેક્ટો પણ હાથ ધરેલ છે. શહેરની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પૂ. મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે અદ્યતન “મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર”, ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન નિર્માણ પામી રહેલ છે.

        વિશેષમાં ખાસ કરીને નવા ભળેલ વિસ્તાર કોઠારીયા, વાવડીને તબક્કાવાર સુવિધા પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા કામો માટે કરોડો રૂપિયા કામો મંજુર કરેલ છે. તાજેતરમાં જ કોઠારીયા વિસ્તાર માટે જુદી જુદી ચાર જગ્યાએ રૂ.૧૨ કરોડથી વધુ ખર્ચ નવા ઈ.એસ.આર. જી.એસ.આર. પમ્પીંગ સ્ટેશનનું ખાતમુહુર્ત પણ એક માસ પહેલા કરવામાં આવ્યું.

        શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રૈયા / મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજની પણ કામગીરી ચાલુ છે. આ ઉપરાંત રાજકોટથી કાલાવડ આવન જાવન કરતા વાહનોની ટ્રાફિક સમસ્યા હલ કરવા કે.કે.વી. ચોક ખાતે અન્ડરબ્રીજ બનાવવાની કાર્યવાહી ચાલી રહેલ છે. અને હોસ્પિટલ ચોકમાં બ્રિજ બનવવામાં આવશે.

        ઉપરાંત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેમની પાસે ઘર નથી તેવા ઘર વિહોણા લોકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવી રહેલ છે મહાનગરપાલિકાએ અત્યાર સુધી ૨૧ હજારથી વધુ  આવાસો  બનાવી લાભાર્થીઓને સોંપવામાં આવેલ છે. અને હજુ છ હજાર જેટલા આવસો બની રહેલ છે.

        શહેરના નગરજનોની સુખાકારી માટે ડામર પેવર રસ્તાઓ, ડ્રેનેજ, આરોગ્યલક્ષી સેવાઓ, સીટી બસ સેવા, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન, ડી.આઈ.પાઈપ લાઈન, ગરીબોને રોજી રોટી મળે તે માટે વોકર્સઝોન, બગીચાઓ, બાળક્રીડાંગણ અનેક કામો કરવામાં આવી રહ્યા છે.

                ગત મે મહિનામાં રાજ્ય સરકારશ્રી દ્વારા જળસંગ્રહ શક્તિમાં વધારો થાય તે માટે “સુજલામ સુફલામ જળ સંચય” યોજના તળે રાજ્યના તળાવો ઊંડા ઉતારવાનું અભિયાન શરૂ કરેલ ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રાંદરડા, રેસકોર્ષ-૨ લાગુ અટલ સરોવર ઊંડા ઉતારવાની કામગીરી કરેલ અને ચોમાસાના પ્રથમ વરસાદે જ અટલ સરોવરમાં ૭ ફૂટ જેટલું પાણી ભરાયેલ છે. રેસકોર્સ-૨ અને "અટલ સરોવર' સાઈટની પ્રાકૃતિક સુંદર બનાવવા તાજેતરમાં જ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વ્રુક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયેલ તેમાં રાજકોટવાસીઓનો ખુબજ સહયોગ મળેલ, આ ઉમદા સહયોગની ભરપૂર સરાહના કરી હતી.

        કેન્દ્ર સરકારશ્રીના “સ્માર્ટ સિટી મિશન”માં પસંદગી પામી ચુકેલા આપણા રાજકોટ શહેરમાં રૂ. ૨૬૨૩ કરોડના ખર્ચે અનેક યોજનાઓ સાકાર થશે, જેમાં પર્યાવરણ, સ્માર્ટ અને મજબુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટેલીજન્ટ ટ્રાફિક અને ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, જાહેર સ્વાસ્થ્ય, સામુદાયિક હેતુઓ માટેની સુવિધાઓ, ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા હાઉસિંગની સાથોસાથ રૈયા નજીક નવા રીંગ રોડ પાસે અટલ સરોવર અને રેસકોર્સ-૨ સહિતના વિકાસ કાર્યોને વેગ પ્રાપ્ત થશે; જેના પરિણામે શહેરીજનોના લિવિંગ સ્ટાન્ડર્ડ પણ ઉંચા આવશે.

        આજે સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાએ રાજકોટમાં સોલાર એનર્જીનો વ્યાપ વધારવા સતત પ્રયાસો કર્યા છે. વાતાવરણમાં ભળતા કાર્બનનું પ્રમાણ ઘટાડવા શહેરની તમામ આશરે ૬૦,૦૦૦ જેટલી સોડીયમ અને સ્ટ્રીટ લાઈટને એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરી છે. મહાપાલિકાએ સોલાર એનર્જી થકી વીજળીના ખર્ચમાં પણ ઘટાડો કાર્યો છે.

        આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ગરીબ - મધ્યમ વર્ગને પરવડે તેવા એલ.આઈ.જી. કક્ષાના ૩૫૦૦ અને એસ.ઈ.ડબલ્યુ.એસ.ના ૧૫૦૦ આવાસોનું નિર્માણ થશે.

        જાહરે સ્વાસ્થ્યની વાત કરૂ તો પાંચ મોડેલ આંગણવાડી, આરોગ્ય કેન્દ્રની સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું આયોજન છે. જયારે શહેરીજનોને સામાજિક, પારિવારિક પ્રસંગો માટે તેમજ વિવિધ સમુદાયના લોકોને વિવિધ કાર્યક્રમો અને પ્રસંગો માટે કોમ્યુનિટી સેન્ટરની સુવિધા આપવા મહાનગરપાલિકા કટીબધ્ધ છે.

        સ્માર્ટ સિટી રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ બની રહે તે માટે સ્માર્ટ ઈલેક્ટ્રીક સિટી, સ્માર્ટ ગ્રીડ ડીસ્ટ્રીબ્યુશન, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, સ્માર્ટ એલ.ઈ.ડી., સ્માર્ટ રોડ, ઈ-એજ્યુકેશન, પહોળા માર્ગો, સાઈકલ ટ્રેક, ગ્રીન વે, સી.સી.ટી.વી. સર્વેલેન્સ નેટવર્ક, સ્માર્ટ કાર્ડ પેમેન્ટ સિસ્ટમ, તેમજ સોલાર પાર્ક, રેસકોર્સ-૨, અટલ સરોવરનો વિકાસ, નવો એમ્યુઝમેન્ટ પાર્ક, સહિતના આધુનિક પ્રોજેકટ સાથેની વિકાસ કુચ આગળ ધપાવવાનું આયોજન કરેલ છે.         

        આવનારા દિવસોમાં રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્માર્ટ સીટી બને તે માટે સૌના સહિયારા પ્રયાસથી શહેર અનેક સિધ્ધી અનેક ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવી મને શ્રધ્ધા છે.

        ફરી સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે તમામ ક્રાંતિવીરોને વંદન સાથે શહેરીજનોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.

(12:57 pm IST)