Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટ:વિપક્ષ નેતા વશરામ સાગઠીયાના ફેસબુક એકાઉન્ટમાં ચેડાં :વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરીને વાયરલ કરાયા

ચૂંટણી સમયે બનાવેલ એકાઉન્ટમાંથી જૂનો ડેટા દૂર કરાયો અને વિદેશી યુવતીના ફોટા અપલોડ કરાયા

રાજકોટઃ મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા કરાયા છે એકાઉન્ટમાં તેમનું નામ લખી વિદેશી યુવતીઓના ફોટો અપલોડ કરી તેના સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દેવાયા છે

 આ અંગે વશરામ ભાઈએ કહ્યું કે, ચૂંટણી સમયે આ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે એકાઉન્ટમાંથી જૂનો ડેટા દૂર કરવામાં આવ્યો છે. તેમાં વિદેશી યુવતીઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે હું પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો છું.

 આ અંગે વશરામ સાગઠિયાએ કહ્યું કે, આ એકાઉન્ટ મારૂ નથી. મારા નામે આ પ્રકારે કોઇ ફોટા અપલોડ કરીને વાયરલ કરી રહ્યું છે. હું આ મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો છું અને જરૂર પડશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવીશ.

(12:30 am IST)